Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

ઓમ પેટ્રોલ પંપના માલિકે રીક્ષા ચાલકોને વિનામૂલ્યે ગેસ પૂરી આપી ભાજપના વિજયને વધાવી લીધો

રાજકોટ,તા.૨૩: દેશભરમાં ભાજપને પ્રચંડ બહુમતી મળતા કાર્યકરો તથા નેતાઓમાં ઉજવણી થઈ રહી છે. શહેરના રામાપીર ચોકડી, ૧૫૦ ફૂટ રીંગ રોડ ખાતે આવેલ ઓમ પેટ્રોલ પંપ ખાતે નરેન્દ્રભાઈના ગરીબ- મધ્યમ વર્ગના લોકો માટેના વિઝનથી પ્રેરાઈ માલીક ગોપાલભાઈ ચુડાસમા (મો.૯૯૨૫૭ ૦૦૦૯૯) દ્વારા ભાજપની ભવ્ય જીતની ખુશીમાં રીક્ષા ચાલકોને સીએનજી ગેસ વિનામૂલ્યે પુરી આપવામાં આવશે.

અકિલા સાથેની ટેલીફોનીક વાતચિતમાં  ગોપાલભાઈએ જણાવેલ કે રીક્ષા ચાલકો પોતાનું ગુજરાન ચલાવવા આખો દીવસ ભાડા કરે છે, તેવામાં અમે પણ આજના દિવસે સંપૂર્ણ વિનામૂલ્યે ગેસ ''પૂરી'' આપી ભાજપની જીતને વધાવીશુ. બપોરે ૧ વાગ્યાથી શરૂ થયેલ કાર્ય રાત્રે ૧૧ વાગ્યા સુધી ચાલશે. જેમાં અમારા અંદાજ મુજબ ૨ થી ૩ હજાર રીક્ષા ચાલકો લાભ લેશે.

(4:32 pm IST)