Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

પુજીત ટ્રસ્ટના ધો.૧૦ ના છાત્રોએ હિર ઝળકાવ્યુ

રાજકોટ : આર્થિક રીતે નબળા પરિવારોમાંથી આવતા પરંતુ ભણવામાં તેજસ્વી એવા વિદ્યાર્થીઓને ધો.૮ થી ૧૨ સુધીની તમામ પ્રકારની શૈક્ષણિક સુવિધાઓ વિનામુલ્યે પુરી પાડતી સંસ્થા પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટના ધો.૧૦ ના છાત્રોએ તાજેતરના પરિણામમાં ઉત્કૃષ્ટતા પુરવાર કરી સતત ૧૯ માં વર્ષે સંસ્થાનો ૧૦૦ ટકા પરીણામનો સીલસીલો જાળવી રહ્યો છે. તમામ છાત્રોને ગુજરાત રાજયના મુખ્યમંત્રી તથા ટ્રસ્ટના ચેરમેન વિજયભાઇ રૂપાણી તથા ટ્રસ્ટી શ્રીમતી અંજલીબેન રૂપાણીએ અભિનંદન પાઠવી ઉચ્ચ કારકીર્દીની શુભેચ્છા પાઠવી છે. ધો.૧૦ ના ૧૭ વિદ્યાર્થીઓ કારેણા કૃણાલ, સોલંકી હર્ષ, વિડજા વિવેક, બંસલ પ્રિયા, પરમાર પૂજા, પરમાર રાહુલ, સમેચા કાજલ, પરસાણા અદિતિ, ગોહેલ ક્રિષ્ના, દોમડીયા આયુષ, રાઠોડ દમયંતિ, ચૌહાણ સુઝલ, યાદવ હરીઓમ, ઉંટવાડીયા વિવેક, વઢવાણા કૌશિક, પરમાર સંજ્ઞા, પાઠક શ્રૃતિએ ૯૯.૯૮ % સુધી પરર્સન્ટાઇલ રેન્ક મેળવેલ છે. જે પૈકી પ્રથમ નવ છાત્રોએ એ-૧ ગ્રેડ મેળવી સંસ્થાનું ગૌરવ વધારેલ છે. વિદ્યાર્થીઓના ઘડતરની વ્યકિતગત કાળજી લેવા ટ્રસ્ટી શ્રીમતી અંજલીબેન રૂપાણીના માર્ગદર્શન હેઠળ ટ્રસ્ટીઓ મહેશભાઇ ભટ્ટ, ડો. મેહુલભાઇ રૂપાણી, અમિનેષભાઇ રૂપાણી, રાજેશભાઇ રૂપાણી, કમીટી મેમ્બર્સ જયેશભાઇ ભટ્ટ, હિંમતભાઇ માલવીયા, સી. કે. બારોટ, મીરાબેન મહેતા, ગીતાબેન તન્ના, ભારતીબેન બારોટ, હસુભાઇ ગણાત્રા જહેમત ઉઠાવી રહ્યા છે. વિશેષ માહીતી માટે વહીવટી અધિકારી ભાવેનભાઇ ભટ્ટ (ફોન ૦૨૮૧- ૨૭૦૪૫૪૫) નો સંપર્ક કરવા જણાવાયુ છે.

(2:41 pm IST)