Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

ગ્રામ્ય રોકાણકારો અને શેર માર્કેટ

જાગૃત ગ્રાહક સુરક્ષા મહિલા મંડળ અને સીકયુરીટીઝ એકસચેન્જ બોર્ડ ઓફ ઇન્ડીયા સેબી વેસ્ટ ઝોન ઓફીસ અમદાવાદના સંયુકત ઉપક્રમે ગ્રેટર રોટરી ભવન રાજકોટ ખાતે 'ગ્રામ્ય રોકાણકારો અને શેર માર્કેટ' વિષય પર એક દિવસીય સેમીનારનું આયોજન કરાયુ હતુ. ન્યાયમૂર્તિ એન. એમ. ધારાણીના પ્રમુખ સ્થાને યોજાયેલ આ સેમીનારમાં જીએમટીડીના અશોકકુમાર ઉપાધ્યાય, વિવેક પ્રકાશ, ડો. જનકભાઇ ઠકકર, ડો. ચેતનભાઇ મહેતા, ડો. ભાવેશભાઇ સચ્ચદે, શ્રીમતી દિપાબેન કોરાટ, અશોકભાઇ કોયાણી, ભીખાભાઇ બાંભણીયા, પ્રવિણભાઇ લાખાણી, શ્રીમતી નયનાબેન ધામેલીયા, કાર્તિકભાઇ બાવીસી વગેરેઅ પ્રાસંગીક પ્રવચન કરી માર્ગદર્શન આપેલ. ખુલ્લા મંચમાં શ્રોતાઓએ પ્રશ્નોતરી કરી કેટલાક સવાલોના જવાબો મેળવ્યા હતા. સેમીનારના ઉદ્દઘાટન સમયની તસ્વીરમાં ડાબેથી અશોકભાઇ કોયાણી, શ્રીમતી દીપાબેન કોરાટઠ, કુ. પૂર્વીબેન દવે, રમણીકભાઇ જસાણી, એમ. વી. ગોહેલ, એન. એમ. ધારાણી, વિરલભાઇ પીપળીયા, રમાબેન માવાણી, અશોકકુમાર ઉપાધ્યાય, વિવેક પ્રકાશ વગેરે નજરે પડે છે.

(2:32 pm IST)