Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

મતગણતરી કેન્દ્ર ખાતે પોલીસ પણ ખુશ અને નેતાઓ પણ ખુશ

કણકોટ ખાતે આજે લોકસભાની ચૂંટણીના મતગણતરી સ્થળે ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે મતગણતરીનો પ્રારંભ થયો હતો. અહિ કોઇપણ જાતની અવ્યવસ્થા ઉભી ન થાય અને શાંતિપૂર્વક ગણતરી થાય તે માટે શહેર પોલીસે જડબેસલાક બંદોબસ્ત ગોઠવ્યો હતો. સવારે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, ડીસીપી ઝોન-૧ રવિકુમાર સૈની, ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજા મતગણતરી કેન્દ્ર ખાતે પહોંચ્યા ત્યારે તમામના ચહેરા ખુશખુશાલ જોવા મળ્યા હતાં. બીજી તસ્વીરમાં કોઇ મુદ્દે વાતચીત બાદ ખડખડાટ હસી રહેલા ભાજપના ઉમેદવાર મોહનભાઇ કુંડારીયા અને પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ જોઇ શકાય છે. સાથે ધારાસભ્ય અરવિંદ રૈયાણી તથા જીલ્લા ભાજપ પ્રમુખ ડી. કે. સખીયા પણ નજરે પડે છે (ફોટોઃ અશોક બગથરીયા)

(12:00 pm IST)