Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

રાજુભાઈ ધ્રુવે માતુશ્રી નિર્મળાબેન અને ભાઈ ભરતભાઇ સાથે મતદાન કર્યુ

રાજકોટ : આજ રોજ લોકશાહીના મહાપર્વ નિમિત્ત્।ે ભાજપના પ્રવકતા શ્રી રાજુભાઈ ધ્રુવે પરિવારજનો સાથે મતદાન કર્યુ હતું. રાજુભાઈના માતુશ્રી નિર્મળાબેન મનહરલાલ (ઉ.વ.૮૮) કે જેઓને બ્રેઇન સ્ટ્રોક ના કારણે માંદગી હોય અને બંને આંખોમાં તકલીફ હોય તેમ છતાં મતદાનનું મહત્વ, લોકશાહી પ્રત્યેની ભાવના અને આદરને કારણે તેમની મતદાન કરવાની ઈચ્છા હોય રાજકોટની ડી. એચ. કોલેજ ખાતે મતદાન કર્યુ હતું. રાજુભાઈ ધ્રુવ અને તેમના ભાઈ ભરતભાઈ ધ્રુવ સાથે માતાશ્રી નિર્મળાબેનની અદમ્ય ઈચ્છા નરેન્દ્રભાઈ મોદીને ફરી એક વખત વડાપ્રધાન પદ પર જોવાની હોવાથી તેઓએ નાદુરસ્ત તબિયત હોવા છતાં શારીરિક તકલિફ વેઠીને પણ લોકશાહીના મહાપર્વમાં એક એક મતની કિંમત સમજી ફરી એક વખત રાષ્ટ્રહિતમાં નરેન્દ્રભાઈ મોદી અને ભાજપ સરકારનાં નિર્માણ માટે ઉત્સાહભેર મતદાન કર્યું હતું.(તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(4:14 pm IST)