Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

મતદાનની રાષ્ટ્રીય ફરજ નિભાવવા મતદારોમાં ઉત્સાહ : રાજકોટમાં સવારથી લાઇનો લાગી

રાજકોટ : મતદાન એ દરેક નાગરીકની ફરજ છે. રાષ્ટ્રનું સુકાન કોના હાથમાં સોંપવું તે નકિક કરવાનો હકક નાગરીકને મળે છે. ત્યારે આ મહામુલા હકકનો સદ્દઉપયોગ કરવા રાજકોટના મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સવારથી પ્રથમ બે કલાક દરમિયાન એકદમ શાંતિપૂર્ણ મતદાન થયુ હતુ. તસ્વીરમાં કાલાવડ રોડ, ર્પણકુટી સોસાયટી, એસ્ટ્રોન ચોક, પરીમલ સ્કુલ, સમોજાદ સ્કુલમાં સવારથી જ ઉત્સાહભેર કતારોમાં ગોઠવાય ગયેલ મતદારો નજરે પડે છે. (તસ્વીર : અશોક બગથરીયા)

(4:06 pm IST)