Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

આગમના એંધાણઃ પોશ એરિયામાં ભાજપ માટે આવું દ્રશ્ય?!

.પાટીદારો ભાજપથી નારાજ છે એવી વાત મતદાન પહેલા થતી હતી. પરંતુ આજે સવારે ૯ વાગ્યે એસ્ટ્રોન સોસાયટી જેવા પોશ એરિયા કે જ્યાં ભાજપનો ગઢ માની શકાય તે સોસાયટીમાં કોંગ્રેસને પોલીંગ એજન્ટ ના મળે કે બુથ બહાર ટેબલ ઉપર બેસાડવા માટે કાર્યકર ન મળે તે સમજ્યા. પરંતુ સવારે ૭ વાગ્યે મતદાન શરૂ થયા બાદ ૯ વાગ્યા સુધી ભાજપની 'છત્રી' ન ખુલી હોય અને ટેબલ શરૂ થયું ન હોય તે માની શકાય નહિ. પણ આ વાત સત્ય છે. અમારા ફોટોગ્રાફર સંદિપ બગથરીયાએ ઝડપેલી તસ્વીર જોતાં પ્રશ્ન થાય છે કે ભાજપ માટે આવું દ્રશ્ય કેમ?!...આગમના એંધાણ કે પછી...??!!

(4:05 pm IST)