Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

ભાજપ કાર્યાલયે ધમધમતો કંટ્રોલરૂમઃ ફરીયાદોને ધોધ

રાજકોટઃ આજે સમગ્ર ગુજરાતમાં લોકસભા સામાન્ય ચૂંટણી યોજાઈ રહી છે. ત્યારે ૧૦ રાજકોટ લોકસભા ચૂંટણી અન્વયે સૌરાષ્ટ્ર ઝોન તથા રાજકોટનો કંટ્રોલ રૂમ શહેર ભાજપ કાર્યાલય, કરણપરા ખાતે કાર્યરત રહયો હતો. વરિષ્ઠ ધારાશાસ્ત્રી અને ઓલ ઈન્ડિયા લો કમિટિના સદસ્ય અભયભાઈ ભારદ્વાજ, વરીષ્ઠ અગ્રણી કમલેશ જોશીપુરા, કિરીટ પાઠક, હિતેશ દવે સહીતની લીગલ ટીમ સતત ખડેપગ રહી હતી અને શહેર ભાજપ કાર્યાલય ખાતેથી મુખ્ય ચૂંટણી અધિકારી, દિલ્હી તથા ગાંધીનગર ખાતે તથા ઈમેઈલ દ્વારા સીધી ફરિયાદ કરવામાં આવી હતી. તેમજ શહેર ભાજપ કાર્યાલય ખાતે ચૂંટણી લક્ષી વ્યવસ્થાઓ શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશ જોષી, કાર્યાલય પરિવારના રાજન ઠકકર, ચેતન રાવલ, હરીશ ફીચડીયા, નલહરી પંડિત, વિજય મેર સહીતનાઓ સંભાળી હતી. જયારે નીચેની તસ્વીરમાં મતદાન કરી રહેલા અરવિંદભાઈ રૈયાણી, મેયર બીનાબેન આચાર્ય, ભાનુબેન બાબરીયા જરે પડે છે.

(4:02 pm IST)