Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

તનથી મજબુર, મનથી મજબુત : વયોવૃદ્ધોનું પ્રેરક મતદાન

રાજકોટ : આજે મતદાન વખતે વિવિધ સ્થળોએ પ્રેરણારૂપ દૃશ્યો જોવા મળેલ. કેટલાક લોકો ઉંમર અથવા બીમારીના કારણસર અશકત હોવા છતાં અન્યના ટેકાથી મતદાન મથકે પહોંચેલા અને લોકશાહીનો ધર્મ નિભાવ્યો હતો. ઉપરની પ્રથમ હરોળની બન્ને તસ્વીરો કોટેચા ચોક અને બારદાનવાળા સ્કૂલના મતદાન મથકની છે. નીચેની તસ્વીર રાષ્ટ્રીય શાળા અને કોટક સ્કૂલના મતદાન મથકની છે. તનથી મજબુર પણ મનથી મજબૂત મતદારો લોકશાહીનું ગૌરવ વધારવા સહયોગી બનવા બદલ અભિનંદનને પાત્ર છે. (તસ્વીર : સંદીપ બગથરિયા)

(4:02 pm IST)