Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

મવડી ચોકડીએ રસના ચીચોડાવાળા શેરૂને મેહુલ બોરીચા દ્વારા ધમકી

થડેથી શેરડી-તરબુચ અને રોકડ પડાવી ગયાનો આક્ષેપ

રાજકોટ તા. ૨૩: મવડી ચોકડી પાસે રહેતાં અને શેરડી તરબુચની દૂકાન ચલાવતાં શેરૂ પ્યારેલાલ સોનખર (ઉ.૨૮) નામના યુવાને મવડી પ્લોટ શ્રીનાથજી સોસાયટી-૫ના ખુણે રહેતાં રાહુલ પ્રભાતભાઇ બોરીચા વિરૂધ્ધ પોલીસ કમિશનરને લેખિત ફરિયાદ કરી છે. આ શખ્સ છરીથી હુમલા કરી મારી નાંખવાની ધમકી આપતો હોવાનો આક્ષેપ કરાયો છે.

શેરૂએ રજૂઆતમાં જણાવ્યું છે કે અગાઉ પોતે પોતાના રસના ચીચોડે હતો ત્યારે રાહુલ આવ્યો હતો અને શેરડી તરબુચ ઉપડાવ લાગ્યો હતો. તેને આ રીતે વસ્તુ લેવાની ના પાડતાં તેણે ગલ્લામાંથી રોકડ પણ કાઢી લીધી હતી. તે વખતે પોતે સુતો હોઇ અવાજ થતાં જાગી જતાં અને તેને પડકાર કરતાં તેણે તથા બીજા શખ્સોએ ભેગા થઇ મારામારી કરી હતી અને ધમકી આપી ભાગી ગયો હતો. આ શખ્સ સામે આકરી કાર્યવાહી કરવા શેરૂએ માંગણી કરી છે.

(3:59 pm IST)