Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

ચેસ ટૂર્નામેન્ટ

 રાજકોટઃ રાજકોટ ડિસ્ટ્રીકટ ચેસ એસોસીએશન દ્વારા અન્ડર-૧૭ ડિસ્ટ્રીકટ સીલેકશન ચેસ ટૂર્નામેન્ટનું બાલભવન ખાતે આયોજન કરવામાં આવેલ હતું. વિજેતા ખેલાડીઓના નામ આ મુજબ છે. ભાઈઓ પ્રથમ- તનયમ અજમેરા, દ્વિતીય- દેવમ મકવાણા, તૃતિય- હિરક મોદી, ચોથા- અક્ષીત કાચા, પાંચમા- વતસલ પરીખ તથા બહેનોમાં પ્રથમ- ગર્વી શાહ, દ્વિતીય- ખુશી શાહ, તૃતિય- નંદની લખવાણી, ચોથા- પૃષ્ટી ઠુમ્મર, પાંચમા- દિયા મહાજન વિજેતા ખેલાડીઓને વિપુલભાઈ માખેચા તથા સુરેશભાઈ અગ્રાવત દ્વારા સર્ટીફીકેટ તથા મેડલ આપી સન્માનીત કરવામાં આવ્યા હતા.  પ્રથમ ચાર ખેલાડી અમદાવાદ ખાતે સ્ટેટ લેવલે રમવા જશે. આ ટુર્નામેન્ટમાં આર્બીટર તરીકે મહેશભાઈ ચૌહાણ અને અતુલભાઈ માંકડીયાએ સેવા આપી હતી. ડો.નિમિષ પરીખ, મહેશભાઈ વ્યાસ તથા ધવલ શાહ તેમની ટીમે જહેમત ઉઠાવી હતી. વિજેતા ખેલાડીઓને આર.ડી.સી.એ.ના ટ્રસ્ટી કૌશિકભાઈ સોલંકી, નિરજભાઈ શાહ તથા નિશ્ચલભાઈ સંઘવીએ અભિનંદન પાઠવ્યા હતા.

(3:58 pm IST)