Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

આશાબેનનો અનન્ય બિલાડી પ્રેમ ૧૪ વર્ષમાં ૮૦ જેટલા બિલાડીના બચ્ચાને ઉછેર્યા

રાજકોટઃ આશાબેન જયેશભાઇ બૂચ ગૃહિણી છે તથા રેસકોર્ષ પાર્ક ૨૯ નંબર, એરપોર્ટ ફાટક પાસે રહે છે તેમનાં પતિ જયેશભાઇ કોશિકભાઇ બૂચ રાજકોટ ડેરીમાં ૨૦૧૬માં ડેપ્યુટી મેનેજર તરીકે વહીવટમાંથી નિવૃત થયેલ છે. આશાબેન દ્વારા વર્ષ ૨૦૦૬થી અત્યાર સુધીમાં એટલે કે ૧૪ વર્ષમાં ૮૦ જેટલા બિલાડીના બચ્ચાઓને પાળીને મોટા કરવામાં આવ્યા છે તથા ઉછેરવામાં આવ્યા છે. તેઓ દ્વારા બીલાડીનાં બચ્ચાઓને સ્વખર્ચે કેટ, ફુડ, દૂધ વગેરે આપવામાં આવે છે. મહત્વની વાત બિલાડીને તેમની સાથે એવો તો અનન્ય પ્રેમ છે કે બીલાડી ગમે ત્યાંથી તેમનાં ઘરે આવી બચ્ચાને મૂકી જાય છે.

બિલાડી માટેનાં દૂધ માટેના વાસણો ગરમ પાણીથી સાબુના લીકવીડ સો બ્રશથી સાફ પણ કરે છે. બિલાડીઓ માટે શિયાળામાં ગરમ ધાબળાની વ્યવસ્થા પણ કરે છે. બિલાડીની સારવાર માટે એનિમલ હેલ્પ લાઇન -કરૂણા ફાઉન્ડેશનનાં મીતલભાઇ ખેતાણી, પ્રતિકભાઇ સંઘાણી તથા રમેશભાઇ ઠક્કરનો સહયોગ મળી રહ્યો છે. આ કાર્ય માટે જયેશભાઇ બૂચ (મો. ૯૪૨૬૩ ૮૮૩૭૮), આશાબેન બૂચ, પુત્ર દિવ્ય અને પુત્રવધુ જાહન્વીનું મહતમ યોગદાન મળતું રહ્યું છે.

(3:56 pm IST)