Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

શહેરના રાજકીય અગ્રણીઓએ પરિવાર સાથે મતદાન પર્વ નિમિત્તે ફરજ બજાવી

શહેરમાં આજે ઉત્સાહભેર મતદાન થયુ હતું ઠેર-ઠેર રાજકીય, સામાજીક અગ્રણીઓ તથા અગ્રણી બિલ્ડરોએ પરિવાર સાથે લોકશાહીના મહાપર્વમાં મતદાન કરીને પોતાની ફરજ બનાવી હતી અને દેશમાં લોકશાહીને વધુ મજબૂત બનાવવા પોતાને મળેલા અધિકારનો ઉપયોગ કર્યો હતો. તસ્વીરમાં ભાજપ અગ્રણી કશ્યપ શુકલ તથા હિનાબેન, અગ્રણી બિલ્ડર ભાવેશભાઇ તળાવીયા માતુશ્રી કાન્તાબેન તથા ધર્મપત્નિ બિનાબેન સાથે મતદાન કરવા આવ્યા હતા તો છેલ્લી તસ્વીરમાં શહેર કોંગ્રેસના ટોચના અગ્રણી અને જાણીતા આર્કિટેકટ પ્રદિપ ત્રિવેદી તથા શ્રીમતી ભાવનાબેન ત્રિવેદી મતદાનની પવિત્ર ફરજ બજાવ્યાનો આનંદ વ્યકત કરી રહેલા નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

(3:41 pm IST)