Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

રાજકોટમાં ઢગલાબંધ મતદાન મશીનો બગડયાઃ ફેરવવા દોડધામઃ ર૭ EVM તો ૧૬ VVPAT બગડયાનો રીપોર્ટ

મોકપોલ દરમિયાન જ મોટાભાગની ઘટનાઃ એક સ્થળે આખો સેટ ફેરવ્યો...

રાજકોટ તા. ર૩ :..  રાજકોટ લોકસભા બેઠકનું સવારે ૭ વાગ્યાથી મતદાન શરૂ થઇ ગયું છે., પણ સંખ્યાબંધ સ્થળે મતદાન મશીનો બગડયાના રીપોર્ટ મળ્યા છે.

મળતી વિગતો મુજબ રાજકોટ ગ્રામ્યમાં મોકપોલ દરમિયાન ૪ ઇવીએમ અને એક વીવી પેટ બગડયા હતાં.

તો પશ્ચિમ રાજકોટ વિસ્તારમાં ર - બેલેટ યુનિટ - એક કન્ટ્રોલ યુનિટ અને ૩ વીવી પેટ, પૂર્વમાં ૧ સીયુ અને ર -બીયું તો દક્ષિણ ક્ષેત્રમાં મોકપોલ દરયિાન કુલ ૩ વીવી પેટ, બે - ઇવીએમ બગડતા બદલાવાયા હતાં. મતદાન બાદ પણ એક મતદાન મથકમાં બીયુ-સીયુને કારણે આખો સેટ બદલવો પડયો હતો.

રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી તથા કોંગ્રેસના ઉમેદવાર શ્રી લલીતભાઇ કગથરાએ સવારના ૭ વાગ્યામાં અનિલ જ્ઞાન મંદિર ખાતે વોટીંગ કરી લીધું હતું. રાજકોટ શહેર - જીલ્લામાં સવારે ૮II વાગ્યા સુધીમાં ર૭ ઇવીએમ અને ૧૬ વીવી પેટ બદલાવાયા હોવાનું ઉમેરાયું હતું.

(12:10 pm IST)