Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

બારદાનવાલા મતદાન મથકમાં ૧II કલાક મતદાન ખોરવાયું: લોકોમાં દેકારો બોલી ગયો

રાજકોટઃ પશ્ચિમ રાજકોટ વિસ્તારમાં આજે એસ્ટ્રોન સોસાયટીમાં આવેલ બારદાનવાલા મતદાન મથકમાં ૧II થી ર કલાક ઇવીએમ અને વીવીપેટ-મશીનો ખોરવાઇ જતા ૧II થી ર કલાક મતદાન ખોરવાઇ ગયંુ હતું, લોકોની લાઇનો લાગી ગઇ હતી, મતદારોમાં દેકારો બોલી ગયો હતો, મશીનો બદલાવ્યા તો એ પણ બગડતા મતદારોમાં નિરાશા છવાઇ ગઇ હતી, આ મતદાન મથક ઉપર સવારથી વૃદ્ધો-વડીલો- યુવા મતદારો ઉમટયા હતા, પણ મશીનો બગડતા મતદાન મથકમાં જ બેસી રહેવુ પડયું હતું તે તસ્વીરમાં નજરે પડે છે., મતદારોએ મશીનો બગડવા અંગે તંત્ર ઉપર બળાપો કાઢયો હતો, પ્રિસાઇડીંગ-પોલીંગ ઓફીસરો સાથે શાબદિક ટપાટપી પણ સર્જાઇ હતી. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(12:09 pm IST)