Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

ભારત પર્વની ઉજવણીઃ રાજકોટમાં ભાજપ-કોંગ્રેસના આગેવાનો-કોર્પોરેટરો અને લોકોમાં સવારથી જ મતદાનનો ભારે ઉત્સાહ

રાજકોટઃ. આજે લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન એટલે કે ગુજરાતમાં ભારત પર્વ ઉજવાઈ રહ્યુ છે, ત્યારે રાજકોટમાં કોંગ્રેસ-ભાજપના આગેવાનો - કોર્પોરેટરો અને લોકોમાં સવારથી જ મતદાનનો જબરો ઉત્સાહ જોવા મળેલ. તે વખતની તસ્વીરોમાં અનુક્રમે ભાજપના પ્રદેશ અગ્રણી નિતીનભાઈ ભારદ્વાજ, વંદનાબેન ભારદ્વાજ તથા પુત્ર નિયંત અને અભયભાઈ ભારદ્વાજ તથા તેમના પત્નિ અલ્કાબેન અને પુત્ર અંશ તથા પુત્રી અમૃતા, મ્યુ. ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી તથા તેમના પત્નિ કૈલાશબેન તેમજ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી તથા તેમના પત્નિ બીનાબેન, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, ખોડલધામના ટ્રસ્ટી નરેશભાઈ પટેલ તથા તેમના પત્નિ તેમજ પુત્ર શિવરાજ, વેપારી અગ્રણી સમીર શાહ તથા તેમના ધર્મપત્નિ, પૂર્વ સાંસદ વલ્લભભાઈ કથીરિયા તથા તેમના પત્નિ કાન્તાબેન, કોંગ્રેસના અગ્રણી અને એડવોકેટ અશોકસિંહ વાઘેલા તથા તેમના પત્ની અને પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા, કોંગ્રેસ આગેવાન જીતુભાઈ ભટ્ટ અને તેમના પત્નિ બીનાબેન, કોંગ્રેસના કોર્પોરેટર ઘનશ્યામસિંહ જાડેજા, કોંગ્રેસના યુવા અગ્રણી જયપાલસિંહ રાઠોડ, યુવા ભાજપના ધર્મેન્દ્રસિંહ ઝાલા, ભાજપ અગ્રણી વિજય દેશાઈ, યુવા આગેવાન જય ખારા, શહેર ભાજપના પૂર્વ પ્રમુખ ભીખાભાઈ વસોયા તથા તેમના પત્ની કાંતાબેન, જૈન અગ્રણી ભરત દોશી અને તેમના પત્નિ કલ્પનાબેન, ભાજપના સિનીયર આગેવાન ભૂપતભાઈ બોદર, ભાજપના કોર્પોરેટર આશિષ વાગડિયા, એન.એસ.યુ.આઈ.ના ભરતસિંહ જાડેજા, કોંગ્રેસના કોર્પોરેટર સંજય અજુડિયા, કોંગ્રેસના કોર્પોરેટર વિજય વાંક અને ફનવર્લ્ડના પ્રદીપસિંહ જાડેજા તથા તેમના પરિવારજનો વગેરેએ પરિવારસહ વહેલી સવારે જ મતદાન કર્યુ હતું. તે વખતની તસ્વીરો જ્યારે નીચેની તસ્વીરમાં મતદાન મથકોમાં સવારથી જ યુવા મતદારો સહિત સૌ કોઈમાં મતદાન માટે જબરો ઉત્સાહ દેખાયો હતો તે નજરે પડે છે (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(12:04 pm IST)