Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

રાજકોટને એઇમ્સ માટેની માંગણી બળવતર બનાવીશુ

સૌરાષ્ટ્ર વિકાસ પરિષદની નવી ટીમનો નિરધાર : પ્રમુખ પદે રાજેશભાઇ ગોંડલીયાની નિમણુંક

રાજકોટ તા. ૨૩ : સૌરાષ્ટ્ર વિકાસ પરિષદ રાજકોટ શાખાની સામાન્ય સભામાં નવી ટીમ જાહેર કરવામાં આવતા સૌથી પહેલા રાજકોટને એઇમ્સ અપાવવાની માંગણી બળવતર કરવાનો નિરધાર વ્યકત કરાયો હતો.

સૌરાષ્ટ્ર વિકાસ પરિષદના પ્રદેશ અગ્રણી યશવંતભાઇ જનાણી, મહેશભાઇ નગદીયાએ કાર્યકારી પ્રમુખ જયંતીભાઇ કાલરીયા સાથે પરામર્શ કરી શહેર જિલ્લા પ્રમુખ તરીકે જાણીતા વેપારી અગ્રણી રાજેશભાઇ ગોંડલીયા (મો.૯૯૭૮૯ ૧૫૫૮૨) અને સંયોજક તરીકે પ્રકાશભાઇ પરમાર (મો.૮૪૦૧૨ ૬૨૫૩૩) તેમજ શાખા ઉપપ્રમુખ તરીકે પૂર્વ કોર્પોરેટર બળવંતભાઇ ચૌહાણ અને યુવા બીઝનેશમેન વિવેકભાઇ તન્નાની વરણી કરાઇ હતી.

સામાન્ય સભાએ પ્રદેશ કારોબારી માટે જિમ્મીભાઇ અડવાણી, મહેશભાઇ નગદીયા, કિશોરભાઇ સગપરીયાની વરણી કરેલ. સાથો સાથ કારોબારીમાં પૂર્વ ચેરમને પી. કે. એમ. માવાણી, પૂર્વ સંયોજકો હસમુખ સોલંકી, હસમુખ કોટેચા, યુથ ફોર ડેમોક્રેસીના પ્રમુખ હિંમતભાઇ લાબડીયા, ગાંધીવાદી અગ્રણી દિલીપભાઇ શુકલ, મહીલા અગ્રણી મધુરીકાબેન જાડેજા, નલિનીબેન ઉપાધ્યાય, આચાર્ય સતીષભાઇ તેરૈયા, વેપારી અગ્રણી મહેશભાઇ મહેતા, વિનસભાઇ માવાણી, મનમોહનસિંહ નંદા, સામાજીક કાર્યકરો પ્રભાતભાઇ જાદવ, મુકેશભાઇ પારેખનો સમાવેશ કરાયો હતો.

આગામી દિવસમાં શહેરના અઢારેય વોર્ડમાં સંયોજકોની નિમણુંક નવા ચુંટાયેલા પ્રમુખ દ્વારા કરાશે.

શાખામાં નવા વરાયેલા પ્રમુખ રાજેશભાઇ ગોંડલીયા, પ્રદેશ પ્રમુખ જયંતીભાઇ કાલરીયા, ઉપપ્રમુખ જીમ્મી અડવાણી, સલાહાકાર અગ્રણીઓ સુધીરભાઇ જોશી, યશવંતભાઇ જનાણી, પ્રદેશ અગ્રણી સુરેશભાઇ ચેતા, રાજેન્દ્રસિંહ જાડેજા, મહેશભાઇ નગદીયા, દિવ્યેશભાઇ સાકરીયા, જીજ્ઞેશભાઇ કાલાવડીયા, શ્રી કણસાગરા વગેરે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(4:14 pm IST)