Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

લોકઅદાલતમાં ૪૩૨૯ કેસોનો નિકાલ કરાયોઃ અકસ્માત વળતરના કેસોમાં ૨ કરોડનું વળતર મંજુર

ચેક રીર્ટનના ૧૪૬૩ અને લગ્નવિષયક તકરારના ૧૫૩ કસોમાં સમાધાન

રાજકોટ તા.૨૩: લોક-અદાલતનું દિપપ્રગટાવીને મુખ્ય ન્યાયધીશ શ્રીઆર.કે. દેસાઇએ ઉદઘાટન કર્યુ હતું. તેમની સાથે બાર.એસો.ના પ્રમુખ અનિલભાઇ દેસાઇ દર્શાય છે.

રાજકોટ તા.૨૩: ગઇકાલ તારીખ ૨૨/૦૪/૨૦૧૮ના રોજ રાષ્ટ્રીય મેગા લોક-અદાલત નુ આયોજન રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ,ન્યુ દિલ્હીના આદેશ મુજબ સમગ્ર રાષ્ટ્ર લેવલે કરવામાં આવેલ તેમજ તેના ભાગ રૂપે ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઇકોર્ટ, અમદાવાદનાઓના ઉપક્રમે જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ જિલ્લા ન્યાયયલય રાજકોટ દ્વારા પણ શ્રી આર.કે. દેસાઇ, ચેરમને, જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ રાજકોટ ના માર્ગદર્શન હેઠળ રાજકોટ જિલ્લાની તમામ અદાલતોમાં એટલે કે તમામ અપીલ અદાલતો, દિવાની અદાલતો, ફોજદારી અદાલતો, ફેામીલી કોર્ટ, ઇન્ડસ્ટ્રીયલ કોર્ટ, લેબર કોર્ટ તેમજ તમામ તાલુકા અદાલતોમાં જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, રાજકોટ ના ચેરમેન તથા મુખ્ય જિલ્લા ન્યાયધીશ શ્રી આર.કે. દેસાઇ ના માર્ગદર્શન તથા સબળ નેતૃત્વ હેઠળ રાષ્ટ્રીય મેગા લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં મોટી સંખ્યામાં પક્ષકારોએ લાભ લીધો હતો.

ગઇકાલ તા. ૨૨.૦૪.૨૦૧૮ ના રોજ લોક અદાલતને મુખ્ય જિલ્લા ન્યાયધીશ શ્ર. આર.કે. દેેસાઇ, એડીશ્નલ ડિસ્ટ્રીકટ જજ શ્રી એમ.એમ. બાબી, મુખ્ય સીનીયર સીવીલ જજ શ્રી એ.વાય.દવે, ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ શ્રી ઇ.એમ. શેખ, જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, રાજકોટના પુર્ણકાલીન સચીવ આર.કે. મોઢ, રાજકોટ બાર એસોસીએશન ના પ્રમુખ અનીલભાઇ દેસાઇ તથા રાજકોટ બાર એસોસીએશન ના ઉપ પ્રમુખ શ્રી પ્રફુલભાઇ રાજાણી નાઓના હસ્તે દિપ પ્રાગટય કરી લોક અદાલત ખુલ્લી મુકવામાં આવેલ હતી સદર પ્રસંગે રાજકોટ ના તમામ એપેલેટ જજીસ, રાજકોટ બારના સભ્યો, એમ.એ.સી.પી. બારના પ્રમુખ તેમજ સભ્યો, વકીલશ્રીઓ તેમજજ વીમા કંપનીના તથા પી.જી.વી.સી.એલ ના તેમજ વિવિધ બેંકના અધિકારોઅી તેમજ પક્ષકારો ઉપસ્થિત રહેલ હતા. આ પ્રસંગે જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, રાજકોટ ના ચેરમેન તથા મુખ્ય જિલ્લા ન્યાયધીશ શ્રી આર.કે. દેસાઇ દ્વારા લોક અદાલતની સફળતા માટે શુભેચ્છા પાઠવવામાં આવેલ હતી.

આજના દિવસે વિવિધ પ્રકારના પેન્ડીંગ કેસો તથા પ્રિ- લીટીગેશન કેસો મળી કુલ ૨૧૦૯૨ કેસો હાથ પ લેવામાં આવેલ. જેમાંથી આજરોજ મોટર અકસ્માત વળતરના કુલ ૧૩૦ કેસોનો સમાધાન રાહે નિકાલ થયેલ જેમા રૂ. ૨૦૮૩૨૭૯૯/- જેટલી રકમનું સમાધાન થયેલ તેમજ ચેક રીર્ટન ના કુલ ૧૪૬૩ કેસોનો સમાધાન રાહે નિકાલ થયેલ જેમાં રૂ.૧૨૦૯૨૨૯૬/- જેટલી રકમનું સમાધાન થયેલ તેમજ લગ્ન વિષયક તકરાર અંગેના ૧૫૩ કેસોમાં સમાધાન રાહે નિકાલ થયેલ.આમ, આજના દિવસે આ તમામ કેસો મળી કુલ ૩૩૦૬ પેન્ડીંગ કેસો તથા ૧૦૨૩ પ્રિ-લીટીગેશન કેસો મળી કુલ ૪૩૨૯ કેસોનો નિકાલ થયેલ છે. આમ, આજરોજ યોજાયેલ લોક અદાલતમાં પક્ષકારો તરફથી ઘણો સારો પ્રતિસાદ મળેલ છે તથા મોટી સંખ્યામા કેસોનો નિકાલ થયેલ છે. જેથી ભવિષ્યમાં યોજાનાર લોક-અદાલતોમાં પક્ષકારોને સક્રિય ભાગ લેવા સેક્રેટરી શ્રી આર.કે. મોઢ દ્વારા અનુરોધ કરાયો હતો.

(4:03 pm IST)