Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

ઘરેલું હિંસાની ફરીયાદમાં સસરા સહિતના ચાર આરોપીઓનો છુટકારો

રાજકોટ તા.ર૩ : ઘરેલુ હિંસા અન્વયેથી પરિણિતા રમીલાબેન પરીમલભાઇ વાઘેલા દ્વારા થયેલ ફરીયાદનો કેસ ચાલી જતા અદાલતે આરોપી સસરા યશવંત વાઘેલા સહિત ચાર સામેનો કેસ ચાલી જતા અદાલતે નિર્દોષ ઠરાવીને છોડી મુકવાનો હુકમ કર્યો હતો.

આ કેસની હકીકત એવી છે કે, રમીલાબેન પરીમલભાઇ વાઘેલાએ આ કામના સામાવાળા યશવંતભાઇ વાઘેલા વગેરે ૪ ઉપર ડોમેસ્ટીક વાયોલેટ એકટ હેઠળ કોર્ટમાં ફરીયાદ દાખલ કરેલ, જેમા સ્ત્રીધન ઓળવી જવા, શારીરીક માનસિક ત્રાસ આપવા, મેણાટોણા મારી મારકુટકરવા, વગેરેની અરજદારે ફરીયાદ દાખલ કરેલ હતી.

આ કોર્ટમાં ચાલી જતા આ કામના સામાવાળાને કોર્ટે નીર્દોષ જાહેર કરેલ છે અરજદારે સદરહુ કેસમાં કરેલા આક્ષેપો કોર્ટમં પુરવાર કરી શકેલ ન હોય, તેમજ ઉલટ તપાસની અંદર અરજદાર આક્ષેપ પુરવાર કરી શકેલ ન હોય, જેથી બચાવપક્ષના વકીલે દલીલો કરી સુપ્રિમકોર્ટના જજમેન્ટો રજુ કરેલ જે વંચાણી રાખી, ઉપરોકત કેસમાં આ કામના આરોપી - સામાવાળા નીર્દોષ જાહેર કરેલ છે. અને આ કામના આરોપી તરફે એડવોકેટ રાજકોટના એડવોકેટ અનીલભાઇ ટીમાણીયા રોકાયેલા હતા.

(4:00 pm IST)