Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

ભારતીય ટેલેન્ટને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ચમકાવવું ખૂબ જરૂરીઃ સોહન રોય

હોલીવૂડના એવોર્ડ વિનિંગ ફિલ્મ ડિરેકટર અને એરીસ ગ્રુપ ઓફ કંપનીઝના સીઈઓ ''અકિલા''ના આંગણેઃ આગામી પાંચ વર્ષમાં બોલીવુડની ફિલ્મો ઓસ્કારમાં નોમીનેટ થશેઃ હોલીવુડ થી પણ આધુનિક ટેકનીકો ભારતમાં લાવવામાં આવશેઃ યુથ ફિએસ્ટામાં આજે સાંજે સોહન રોયનુ'' ૨૦૫૦માં એન્ટરટેઇન્મેન્ટ ક્ષેત્ર કેવુ હશે?'' વિષે વકતવ્ય

રાકજકોટ,તા.૨૩: ભારતીય ટેલેન્ટને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ચમકાવવું ખૂબ જ જરૂરી છે. દરેક ક્ષેત્રે ભારતીયોમાં ટેલેન્ટ છે પણ તેમને આગળ લાવવું ખૂબ જરૂરી હોય છે. આ શબ્દો છે હોલીવૂડના એવોર્ડ વિનિંગ ફિલ્મના ડિરેકટર અને એરીસગ્રુપ ઓફ કંપનીઝના સીઈઓ શ્રી સોહન રોયના.

તેઓએ જણાવેલ કે ભારતના ફિલ્મ ઉદ્યોગને ખૂબ આગળ લઈ જવા માંગીએ છીએ. આગામી થોડા સમયમાં જ હોલીવૂડથી પણ વધુ ટેકનોલોજી અહિં લઈ આવીશું જેનો હોલીવૂડની ફિલ્મો કરતાં પણ સારી ટેકનોલોજીનો બોલીવૂડની ફિલ્મોમાં ઉપયોગ કરવામાં આવશેે. હિન્દી અને દક્ષિણની ફિલ્મો શાનદાર બની રહી છે. આગામી પાંચેક વર્ષમાં આ ફિલ્મ ઓસ્કારમાં નોમીનેટ થશે.

જીનિયસ ગ્રુપ ઓફ ઈન્સ્ટીટયુશન્સ દ્વારા પુજારા યુથ ફીએસ્ટા ૨૦૧૮ના ત્રણ દિવસ દરમ્યાન નગરજનો અને વિદ્યાર્થીઓ માટે ખાસ એકસપર્ટ સેશન્સના આયોજન કરવામાં આવ્યા છે, જેમાં દેશભરમાંથી પોતાના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ પ્રદાન કરનાર નિષ્ણાંતો દ્વારા નેવિગેશન સિસ્ટમ, સકસેસફુલ એન્ટ્રોપ્રીન્ચોર, એન્ટરટેનમેન્ટ અને કોમ્યુનિકેશન ટેકનોલોજી જેવા વિષયો પર એકસપર્ટ સેશન યોજાયા છે. જેમાં આજે સાંજે ૬:૩૦ થી ૭:૩૦ હોલીવડના એવોર્ડ વિનિંગ ફિલ્મ ડિરેકટર અને એરીસ ગ્રુપ ઓફ કંપનીસના સીઈઓ શ્રી સોહન રોય દ્વારા ૨૦૫૦માં એન્ટરટેરઈનમેન્ટ ક્ષેત્ર કેવુ હશે. વીષય પર એકસપર્ટ સેશન યોજાશે.

તેઓનો પરિચય આ મુજબ હોલીવૂડના એવોર્ડ વિનિંગ ફિલ્મ ડિરેકટર છે અને એરીસ ગ્રુપ ઓફ કંપનીસના સીઈઓ છે, નેવલ આકીટેકટ, લેખક, કવિ અને ગીનીસબુક તેમજ ઓસ્કર એવોર્ડ વિજેતા છે તેમણે ફિલ્મ મીડિયા મેરીટાઈમ અને મેડિલ ઈન્ડસ્ટ્રીઝ ક્ષેત્રે પાયોનીયર ઈનોવેશન કરેલું છે. તેઓ પ્રથમ ભારતીય હોલીવુડ ડિરેકટર જેમણે ઓસ્કર મેઈનસ્ટ્રીમ એન્ટ્રી મેળવી છે. ૨૦૧૨માં ભારતમાંથી પ્રથમ ફિલ્મ ડિરેકટ કરી હતી જે ગોલ્ડન રૂસ્ટર એવોર્ડ (ચાઈનાનું ઓસ્કર) માટે ઉતીર્ણ થઈ હતી. યુએઈ સ્થીત એરીસ ગ્રુપના સીઈઓ છે, જેની વિશ્વના ૧૫ દેશોમાં ૪૭ જેટલી કંપનીઓ કાર્યરત છે. મીડિયા સ્પેશ્યાલીસ્ટ તરીકે ઓળખાય છે, તેમની ૩ ગ્લોબલ ટીવી ચેનલ્સ અને સ્ટેટ ઓફ આર્ટ પ્રોડકશન હાઉસ અને સ્ટુડીયોઝ છે. તેઓ આંતરરાષ્ટ્રીય એકેડમી ઓફ ટેલીવીઝન, આર્ટસ અને સાયન્સના મેમ્બર છે.

આંતરરાષ્ટ્રીય લેવલ પર ઈન્ડો- ચાઈના ફીલ્મ કોલોબ્રેશનનું પ્રમોશન કરે છે, અને તે માટે તેમણે ઈન્ડો- ચાઈના ફીલ્મ ભાગીદારી અને કો- પ્રોડકશન સ્થાપ્યું છે. તાજેતરમાં જ વિસ્મય મેકસ (ભારતના મોટા પોસ્ટ પ્રોડકશન સ્ટુડિયોમાંનો એક) અને એપીક સ્ટુડિયો, જે ભારતનો સૌથી મોટો થ્રીડિમોશન પિકચર સ્ટુડિયો છે તે હસ્તગત કર્યા છે. વિશ્વમાં પ્રથમ સોલાર એસી બેડના શોધકર્તા છે. એવોર્ડ વિનીંગ હોલીવૂડ મુવીઝ અને ડોકયુમેન્ટ્રીઝના ડાયરેકટર, પ્રોજેકટ ડિઝાઈનર અને પ્રોડયુસર છે જેને આંતરરાષ્ટ્રીય એવોર્ડસ મળ્યા છે, જેમાં ૨૩ ઓસ્કર એવોર્ડ સિલેકશન અને ૧૨૭ આંતરરાષ્ટ્રીય માન્યતાઓ પ્રાપ્ત થઈ છે. વસેટાઈલ ક્રીએટીવ એન્ટ્રોપ્રીન્ચોર, ઉપરાંત દાતા, લેખક કવી, અને ડીરેકટર છે, જેમણે પોતાની એકસ્પર્ટાઈઝેશનના દરેક ક્ષેત્રમાં ઉચ્ચાઈઓ હાંસલ કરી છે. તેઓ આરબ વિશ્વના ફોર્બ્સના ૨૦૧૫ અને ૨૦૧૬ની ટીપ ૫૦ ભારતીય બિઝનેશ લિડરની યાદીમાં સ્થાન પામ્યા છે. તેઓ એડવાન્સ ઈમેજીનિંગ અને થ્રીડિ સોસાયટીના સદસ્ય છે. તસ્વીરમાં સોહન રોય સાથે શ્રીકાંત તન્ના (જીનિયસ સ્કુલ એકેડમીડે હેડ), એન્સન (ઈન્ડીવૂડ), શ્રી પ્રસાદ (જીનીયસ સ્કૂલ), પરીશ જોષી નજરે પડે છે. (તસ્વીરઃસંદીપ બગથરીયા) (૩૦.૮)

 

(3:46 pm IST)