Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

શિવસેના દ્વારા છત્રપતિ શિવાજીને ફુલહાર

  હિન્દવી સ્વરાજના સંસ્થાપક શ્રી છત્રપતી શિવાજી મહારાજની ૩૮૯મી જન્મજયંતી તિથી પ્રમાણે ફાગણ વદ ત્રીજના દિવસે શિવસેના રાજકોટ એકમ દ્વારા રેસકોર્ષ ખાતે આવેલ છત્રપતી શિવાજી મહારાજની પ્રતિમાને ભાવભેર ફુલહાર કરીને વંદન કરાયા હતા. આ પ્રસંગે શિવસેના ગુજરાત સંકલન સમીતી ના સદ્સ્ય શ્રી જીમ્મીભાઇ અડવાણી,જિલ્લા ઉપપ્રમુખ જયપાલસિંહ જાડેજા, ચંદુભાઇ પાટડીયા, સંજય ટાંક, નિલેશ ચોૈહાણ, રોહીત ગઢીયા, અભિષેક કણસાગરા, નાગજી બાંભવા, બિપીન મકવાણા, ભરત મકવાણા, કિશન સિધ્ધપુરા, સોનાર અનિલકુમાર મારડી, બલરામ ચોૈહાણ, બ્રિજકિશોર, વિમલ નૈય, બિપીન મહેતા, દશિલવ મહેતા વિગેરે સાથે જોડાયા હતા.

(3:38 pm IST)