Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

કોઠારિયા સોલવન્ટમાં સગર દંપતિ અને પુત્ર પર બે ભરવાડ શખ્સોનો હુમલો

અમૃતબેન સુરેલા સારવારમાં: પુત્રને ગાળો દેવાની ના પાડતા ભરત અને મુન્નાએ પથ્થરના ઘા કર્યા

રાજકોટ તા.૨૩: કોઠારિયા સોલવન્ટમાં હાઉસીંગ બોર્ડના કવાર્ટરમાં રહેતી સગર મહિલા અને તેના પતિ તથા પુત્ર ઉપર પથ્થરના ઘા કરી બે ભરવાડ શખ્સોએ હુમલો કર્યાની ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ કોઠારિયા સોલવન્ટમાં હાઉસીંગ બોર્ડ કવાર્ટરમાં રહેતા અમૃતબેન અરજણભાઇ સુરેલા (ઉ.વ.૪૫) રાત્રે તેના ઘરે હતા ત્યારે શેરીમાં અવાજ આવતા તે ઘરની બહાર નિકળીને જોતા ઘર પાસે રહેતા ભરત છેલા ભરવાડ અને મૂન્નો છેલા ભરવાડ બંન્ને રોડમાં નળ કનેકશનઙ્ગ નાખવા માટે ખાડો ખોદતા હોઇ, ત્યારે અમૃતબેને 'ખાડો શું કામ ખોદો છો' કહેતા  ભરત અને મુન્નાએ ઉશ્કેરાઇને ' રોડ તમારા બાપનો છે' કહી ઝઘડો કરતા પતિ અરજણભાઇ અને પુત્ર કિશન ઘરમાંથી બહાર આવી બંનેને ઝઘડો કરવાની ના પાડતા બંને શખ્સોએ પુત્ર કિશનને ગાળો દેતા અમૃતબેને  ગાળો બોલવાની ના પાડતા બંન્ને ભરવાડ શખ્સોએ ઉશ્કેરાઇ જઇ પથ્થરના ઘા કરી ત્રણેયને ઇજા કરી હતી. દેકારો બોલતા બંન્ને શખ્સો ભાગી ગયા હતા બાદ અમૃતબેનને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા આ અંગે આજીડેમ પોલીસે તપાસ હાથ ધરી છે.

(10:01 am IST)
  • પાકિસ્તાન ડે ઈવેન્ટનો બહિષ્કાર : ભારત સરકારે દિલ્હી સ્થિત પાકિસ્તાની હાઈ કમીશન ખાતે યોજાનાર પાકિસ્તાન ડે ઈવેન્ટનો બહિષ્કાર જાહેર કર્યો છેઃ આ બેઠકમાં પાકિસ્તાને કાશ્મીરી અલગાવવાદીઓને નિમંત્રણ આપ્યું છેઃ આ સંમેલનમાં સામાન્ય રીતે ભારત દ્વારા પ્રધાન લેવલની હસ્તી ભાગ લેતી હોય છે, તે હવે નહિ જાય access_time 3:58 pm IST

  • ગુજરાત કેડરના ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ ઓફિસર શ્રી એસ. કે. મહેતાની કંડલા પોર્ટ ટ્રસ્ટના ચેરમેન તરીકે નિમણૂંક થઈ છે. access_time 10:01 pm IST

  • વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ઉત્તરપ્રદેશના મેરઠથી શરૂ કરશે ચૂંટણીપ્રચાર : ૨૮મીએ મેરઠમાં જંગી જનસભાનું આયોજન access_time 4:01 pm IST