Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

શહેર ભાજપ દ્વારા કેન્દ્રીય મંત્રી હરદિપ પૂરીનું સ્વાગત

રાજકોટઃ ભાજપ દ્વારા રાજકોટ, સુરેન્દ્રનગર તથા કચ્છ લોકસભા ક્ષેત્રના પ્રબુધ્ધ નાગરિકોનું સંમેલન સૌરાષ્ટ્ર હાઈસ્કુલ ખાતે યોજાનાર હોય જેમાં કેન્દ્રીય મંત્રીશ્રી હરદિપ એસ.પૂરી ખાસ ઉપસ્થિત રહેવાના હોય રાજકોટ એરપોર્ટ ખાતે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, સાંસદ મોહનભાઈ કુંડારીયા, મેયર બીનાબેન આચાર્ય, શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, પ્રબુધ્ધ સેલના કન્વીનર જયેશ વ્યાસ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.(૩૦.૪)

(3:54 pm IST)