Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

સોૈરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગુજરાતનો પ્રથમ મનો વિજ્ઞાન મેળો સંપન્ન

રાજકોટ : સોૈરાષ્ટ્ર યુનિવર્સિટી, મનોવૈજ્ઞાનીક ભવન દ્વારા ગુજરાતનો પ્રથમ મનો વિજ્ઞાન  મેળો યોજાયો. મેળાના ઉદઘાટન સમારોહમાં નવનિયુકત કુલપતિ ડો. નિતીનભાઇ પેથાણી, કુલજાયક ડો. વિજયભાઇ દેશાણી, ડો. ભરતભાઇ રામાનુજ, ડો. કમલભાઇ પરીખ, મનોવિજ્ઞાન ભવનના સ્થાપક અને પૂર્વ અધ્યક્ષ ડો. ડી.જે. ભટ્ટ, સીન્ડીકેટ સભ્ય ડો. હરદેવસિંહ જાડેજા, ડો. પ્રવીણસિંહ ચોૈહાણ અને ડો. દિનેશ પંચાલ હાજર રહ્યા હતા.

ડો. કમલ પરીખે શારિરીક રોગની પાછળ મનોવિજ્ઞાન કયાં કામ કરે છે તે તેમના તબીબી અનુભવને આધારે છર્ણવ્યું અને કહ્યું કે '' માણસની ભૂલોથી ડોકટરોનો વૈભવ વધતો હોય છે '' મનોવિજ્ઞાન લોકોનેખુશ કરવા જ કાર્ય કરે છે. ડો. ભરતભાઇ રામાનુજે મનોવિજ્ઞાન અને શિક્ષણરાસ્ત્ર એક બીજાના પર્યાય અને સમાન છે, તેવું જણાવ્યું. તેમણે પ્રક્ષેપણ કસોટીઓના ઉપયોગ દ્વારા મનની આંતરિક સ્થિતી જણાવી વિવિધ મનોવૈજ્ઞાનિકના શિક્ષણ સિદ્ધાંતોની વ્યવહારીક ઉપયોગીતા સમજાવી.  કુલનાયક વિજયભાઇ દેશાણી સાહેરે જણાવ્યું કે માનવજીવનની તમામ સમસ્યાઓના ઉકેલો ભારતીય ધર્મ-સંસ્કૃતિના ધર્મશાસ્ત્રમાં છે. શાસ્ત્રના ઉંડાણમાંથી મનોવૈજ્ઞાનિક સત્યો શોધવાની તાતી જરૂર ઉભી થઇ છે. કુલપતિ ડો. નિતીનભાઇ પેથાણીએ અધ્યક્ષીય ઉદબોધનમાં જણાવ્યું કે , મનોવિજ્ઞાન મેળો મારા ગુરૂજનો અને વિદ્યાર્થીઓ સુધી પહોચવાનું માધ્યમ બન્યું છે. વ્યકિતની તાસીર બદલાય ત્યારે સમાજની તસ્વીર બદલાય છે. આધુનિક યુગમાં વિજ્ઞાન અને  ટેકનોલોજીને કારણે સમાજની તસ્વીર કંઇક જુદી બનતી જાય છે, તે સમાજ માટેજોખમરૂપ છે. તમામ સામાજિક વિજ્ઞાનોમાં મનોવિજ્ઞાન એસોૈથી અગત્યનું સામાજીક વિજ્ઞાન છે. મનોવિજ્ઞાન મેળામાં૫૬૬ વિદ્યાર્થીઓન ુંરજીસ્ટ્રેશન થયું. ચાર્ટ/પ્રોજેકટ સ્પર્ધામાં ૨૦૬ વિદ્યાર્થીઓએભાગ લીધો, ૨૦૦ જેટલા ચાર્ટ અને પ્રોજેકટ રજુ થયા. ૨૦ થી વધુજુદી જુદી કોલેજોના વિદ્યાર્થીઓ અને આધ્યાપકો જોડાયા હતા.

(3:52 pm IST)