Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

રીક્ષા ચાલકની પ્રમાણીકતાઃ ભરૂચની મહિલાનો દાગીના અને રોકડ સાથેનો થેલો પરત કર્યો

રાજકોટ તા.૨૩: શહેરમાં મુસાફરો પોતાનો સામાન રીક્ષામાં ભુલી જતા હોય છે. ત્યારે ગઇકાલે ભરૂચથી રાજકોટ માસીયાઇ ભાઇના લગ્નમાં આવેલા એક મહિલા ખાનગી ટ્રાવેલ્સની બસમાં રાજકોટ આવ્યા હતા અને રીક્ષામાં બેસીને ભકિતનગર સર્કલ પાસે તેના માસીયાઇ ભાઇની પાનની દુકાન પાસ ઉતર્યા ત્યારે પોતે ચારતોલાના દાગીના, રોક રકમ અને કપડા ભરેલો થેલો રીક્ષામાં ભુલી ગયા હતા. મહિલાને ઉતર્યા બાદ રીક્ષાચાલક આસીફભાઇ પાલેજા (રહે. પોપટપરા) ત્યાંથી જતા રહયા હતા થોડે ગયા બાદ રીક્ષા ચાલક આસીફભાઇનું પાછળ ધ્યાન પડતા સીટ પર થેલો જોવા મળ્યો હતો. બાદ તે તાકીદે થેલો લઇને એ ડિવીઝન પોલીસ મથકે પહોંચ્યા હતા અને આસીફભાઇએ જાણ કરણા હેડ કોન્સ. રાજેશભાઇ સોલંકી તથા કમલેશભાઇએ રીક્ષા ચાલકને સાથે રાખી મહિલાનું સરનામુ શોધી તેનો થેલો પરત કરી પ્રમાણીકતાનું ઉદાહરણ પુરૂ પાડયું હતું.(૧.૧૪)

(3:48 pm IST)