Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

જંગલેશ્વરમાં તોૈફિકને મિત્ર સાથે ઝઘડો થતાં તેના માતા-પિતાએ લાકડીથી ફટકાર્યો

રાજકોટ તા. ૨૩: જંગલેશ્વર મેઇન રોડ પર આરએમસી કવાર્ટર બ્લોક નં. ૩૪૪માં રહેતાં અને ફૂડ ડિલીવરીનું કામ કરતાં તોૈફિક અસ્લમભાઇ મીરજા (ઉ.૧૯)ને ઘર પાસે જ રહેતાં તેના મિત્ર શહેઝાદના માતા મુમતાઝબેન તથા પિતા સિકંદરભાઇએ મળી ઢીકા-પાટુનો માર મારી માથામાં લાકડી ફટકારી દેતાં લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

ભકિતનગર પોલીસ મથકના હેડકોન્સ. રણજીતસિંહ પઢારીયાએ તોૈફિકની ફરિયાદ પરથી ગુનો નોંધ્યો હતો. તોૈફિકના કહેવા મુજબ મિત્ર શહેઝાદ ઘર પાસે ગાળો બોલતો હોઇ તે બાબતે બંને વચ્ચે બે દિવસ પહેલા ઝઘડો થયો હતો. આ બાબતનો ખાર રાખી શહેઝાદના માતા-પિતાએ હુમલો કર્યાનું તોૈફિકે જણાવ્યું હતું. (૧૪.૬)

(3:45 pm IST)