Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

રાજકોટના પ્રખ્યાત મેરેજ બ્યુરોમાં ભળતા નામે પ્રોફાઈલ બનાવી નિર્દોષ યુવતી સાથે ખીલવાડ : લવ જેહાદની યાદ અપાવતી ઘટના

રાજકોટ : તાજેતરમાં જ જાગૃત પોલીસ ઓફીસર સમક્ષ અનાયાસ એક ગજબનાકની ઘટના ધ્યાને આવતા એક નિર્દોષ યુવતીનું જીવન બરબાદ થતા હાલ તુર્ત રહી ગયેલ છે. સંભવતઃ રઘુવંશી સમાજના મનાતા એક પ્રતિષ્ઠિત મેરેજ બ્યુરોની સાઈટ ઉપર ખોટી પ્રોફાઈલ બનાવી અન્ય ધર્મના યુવાને યુવતીના સંપર્કમાં આવી મીટીંગો શરૂ કરેલ. દરમિયાન આ યુવતીને લઈને એક સમય મોડેથી નીકળતા પોલીસે ટપારેલ. દરમિયાન કોઈ યુવકનો ફોન આવતા અને ચોક્કસ ધાર્મિક શબ્દ ઉચ્ચારાતા પોલીસને વ્હેમ ગયેલ. તતડાવી ફોન ડીટેઈલ કાઢતા કોઈ મુસ્લિમ યુવાનના અને રામનાથપરાના એડ્રેસ સાથેની વિગતો નીકળતા આ પોલીસ અધિકારી પણ ચોંકી ઉઠેલ. પછી તો ઘણી માથાકૂટ થઇ, આ યુવાને બધુજ કબુલી લીધુ હોવાનું ચર્ચાય છે. આમ હવે આવી નવી મોડસ ઓપરેન્ડી હેઠળ યુવતીઓના જીવન સાથે ખીલવાડ અને પરીવારોને ખેદાન - મેદાન કરવાની રમતો બહાર આવતા ઉચ્ચ સ્તરે સમગ્ર બાબતને ગંભીરતાથી જોવાઈ રહ્યાનું બહાર આવ્યુ છે.

(4:29 pm IST)