Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

૭૧માં ગણતંત્ર દિન નિમિતે ગોકુલ હોસ્પિટલમાં ઓપીડીમાં ૭૧ ટકા રાહત

મા કાર્ડ, આયુષ્યમાન યોજના સુવિધા ઉપલબ્ધ

રાજકોટ, તા. ૨૩ : ગોકુલ હોસ્પિટલ (કુવાડવા રોડ)ની શરૂઆત ૧૯મી મે ૨૦૧૯ના રોજ રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા કરવામાં આવી હતી. આ અગાઉ આ વિસ્તારમાં અદ્યતન મેડીકલ સુવિધા ઉપલબ્ધ ન હતી. હોસ્પિટલ ખાતે મા અમૃતમ કાર્ડ અને આયુષ્યમાન ભારત યોજના હેઠળ હૃદયરોગની તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે. ઉપરાંત મુખ્યમંત્રીશ્રીની રોડ ટ્રાફીક એકસીડેન્ટમાં રાહતની યોજના પણ ઉપલબ્ધ હોવાનું યાદીમાં જણાવાયુ છે.

૨૬મી જાન્યુઆરી અંતર્ગત ગોકુલ હોસ્પિટલ (કુવાડવા રોડ) દ્વારા તા.૨૫ના શનિવારના રોજ સવારે ૯ થી ૧ દરમિયાન નિષ્ણાંત ડોકટરોની ટીમ જેમાં ઓર્થોપેડીક અને જોઈન્ટ રીપ્લેસમેન્ટ, યુરોલોજીસ્ટ, પલ્મોનોલોજીસ્ટ, ગેસ્ટ્રોએન્ટેરોલોજીસ્ટ, કાર્ડીયોલોજીસ્ટ, ન્યુરો અને સ્પાઈન સર્જન, જનરલ અને લેપ્રોસ્કોપીક સર્જન તથા સાઈકીયાટ્રીસ્ટના ઓપીડી કન્સલ્ટેશનમાં ૭૧% રાહત અપાશે તેમજ જે દર્દીઓને રેડીયોલોજી અને પેથોલોજી ઈર્ન્વેસ્ટીગેશનની જરૂર પડશે તેમાં પણ યોગ્ય રાહત આપવામાં આવશે તેવુ ગોકુલ હોસ્પિટલની યાદીમાં જણાવવામાં આવે છે. દર્દીઓએ ફોન : ૦૨૮૧-૨૫૫૦૬૦૦/૬૦૧ ઉપર રજીસ્ટ્રેશન કરાવી લેવા યાદીના અંતમાં જણાવાયુ છે.

(4:05 pm IST)