Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

શાનદાર રીહર્સલઃ રેન્જ આઈપી સંદિપ સિંઘ દ્વારા ધ્વજવંદનઃ સલામી-અદ્ભૂત પરેડ

રાજકોટઃ. રાજકોટમાં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત આજે પણ રેસકોર્ષ મેદાન ખાતે સતત બીજા દિવસે શાનદાર રીહર્સલ યોજાયુ હતું. તસ્વીરમાં ભારતની આન-બાન-શાન ત્રિરંગા - રાષ્ટ્રધ્વજની સલામી ઝીલતા રેન્જ આઈ.જી.પી. શ્રી સંદિપ સિંઘ, તેમની બાજુમાં એસપી શ્રી બલરામ મીણા નજરે પડે છે. બીજી તસ્વીરમાં સમગ્ર કાર્યક્રમના મુખ્ય કર્તાહર્તા સમાહર્તા  - જીલ્લા કલેકટરશ્રી રેમ્યા મોહન અને રેન્જ આઈજીપી સંદિપ સિંઘ કાર્યક્રમ અંગે ચર્ચા-વિચારણા કરતા જણાય છે. નીચેની તસ્વીરમાં શાનદાર પરેડ - સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ થતી કલાકૃતિઓ જણાય છે. નીચે ત્રીજી તસ્વીરમાં પરેડની સલામી ઝીલતા રેન્જ આઈજીપી સંદિપ સિંઘ અને એસપી બલરામ મીણા તથા અંતિમ તસ્વીરમાં પોલીસ જવાનો - કેડેટો દ્વારા તલવાર રાસ અને અંગ કસરતના દાવપેચ રજૂ કરતા નજરે પડે છે. રીહર્સલ નિહાળવા આજે પણ હજારો લોકો રેસકોર્સ ખાતે ઉમટી પડયા હતા (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:00 pm IST)