Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

દિવ્યાંગ બાળકો પણ દેશભકિત વરસાવશે

કાલે હેમુગઢવી હોલમાં બે કૃતિઃ રેસકોર્ષ મેદાનમાં સાઇન લેગ્વેઝથી દેશભકિત ગીતોઃ ચોકે ચોકે ફૂલ - રાષ્ટ્રધ્વજ - પુસ્તકનું વિતરણઃ ર૬મીએ ધ્વજવંદન

રાજકોટ તા.ર૩ : સમગ્ર રાષ્ટ્ર ર૬મી જાન્યુઆરી પ્રજાસતાક દિનની ભવ્ય રીતે ઉજવણી કરે છે. ત્યારે મુક બધીર બાળકો શા માટે બાકાત રહે  કાલે તા.ર૪ના હેમુગઢવી નાટયગૃહ ખાતે સવારે ૯ કલાકથી દિવ્યાંગ બાળકો દ્વારા બે કૃતિ રજુ થશે. જયારે રેસકોર્ષ માધવરાવ સિંધિયા ગ્રાઉન્ડ ખાતે કાલે સાંજે ૬વાગ્યે દેશભકિત ગીતોના કાર્યક્રમમાં સંસ્થાના પ૦ બાળકો સાઇન લેગ્વેજી દેભકિતગીત રજુ કરશે.

તા.રપ શહેરના મુખ્ય ચોક (૧) માલવીયા ચોક, (ર) કોટેચા ચોક (૩) એસ્ટ્રોન ચોક, (૪) રેસકોર્ષ ચોક (પ) કિશાનપરા ચોક (૬) જયુબેલી બાગ ચોક ખાતે સવારે ૧૧ થી ૧ર દરમિયાન વિરાણી બહેરા મુંગા શાળાના મુકબધીર બાળકો તથા વી.ડી.પારેખ અંધ મહિલા વિકાસ ગૃહની બહેનો દ્વારા શહેરીજનોને સંસ્થા દ્વારા બનાવવામાં આવેલ ફુલ રાષ્ટ્રધ્વજ તેમજ લોકોમાં વાંચનની પ્રવૃતિઓ વિકસે તેવા હેતુી એક સુંદર પુસ્તક ભેટ રૂપે આપશે. તા.ર૬ના સવારે ૮ કલાકે વિરાણી બહેરા મુગા શાળાના પટાંગણમાં ધ્વજવંદન કરવામાં આવશે. ત્યારબાદ શાળાના ર૬૦ મુક બધીર બાળકો રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે રાજયકક્ષાના ધ્વજવંદન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

(3:48 pm IST)