Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

સી.આર.પાટીલને ડાયમંડજડીત સોનેરી કમળ અર્પણ કરતા મયુર શાહ

રાજકોટઃ અહિંના હેમુ ગઢવી હોલ ખાતે શ્રી સમસ્ત બ્રહ્મસમાજ રાજકોટ દ્વારા આયોજીત જ્ઞાન સંકલ્પ કાર્યક્રમમાં સમારંભ અધ્યક્ષ પૂ.ભાઇશ્રી રમેશભાઇ ઓઝાની ઉપસ્થિતિમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને એમ.પી. શ્રી સી.આર. પાટીલને ખાસ બંગાળી કારીગર દ્વારા તૈયાર કરેલ ડાયમંડ જડીત સોનેરી કમળ ભાજપ અને જૈન અગ્રણી મયુર શાહ (મો.૯૪૨૮૨ ૦૦૦૭૫) દ્વારા સ્મૃતિ ચિન્હ રૂપે અર્પણ કરી આગામી વિધાનસભાની ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટી ૧૮૨ બેઠક ઉપર જંગી જીત મેળવે તેવી શુભેચ્છા પાઠવેલ. આ પ્રસંગે બ્રહ્મસમાજ અગ્રણી શ્રી કશ્યપભાઇ શુકલ અને પ્રમુખશ્રી દર્શીતભાઇ જાની પણ જોડાયા હતા. કાર્યક્રમમાં સાંસદ શ્રી રામભાઇ મોકરીયા તેમજ પ્રદેશ ભાજપ મહામંત્રી શ્રી વિનોદ ચાવડા પણ ઉપસ્થિત રહેલ.

(5:02 pm IST)