Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

રવિરત્ન પાર્ક-જયુબેલી માર્કેટ જંકશન સહિતના વિસ્તારમાંથી ૮પ રેંકડી-કેબીન-પરચુરણ માલસામાના દબાણો હટાવાયા

૪પપ કિલો શાકભાજી-ફળો જપ્ત : મનપાની દબાણ શાખા દ્વારા કાર્યવાહી

રાજકોટ : આ અંગે મનપાની સત્તાવાર યાદીમાં જણાવ્યા પ્રમાણે દબાણ હટાવ શાખા દ્વારા તા.૧૯ થી તા.૨૧ નવેમ્બર સુધીમાં શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા રેંકડી-કેબીન, અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ છે. જેમ કે, રસ્તા પર નડતર ૦૫ રેંકડી-કેબીનો રામાપીર ચોકડી, જલારામ-૦૨, રવિરત્ન પાર્ક, ભીલવાસનો ખુણો, જ્યુબેલી માર્કેટ પરથી જપ્ત કરવામાં આવી હતી, જુદીજુદી ૭૮ અન્ય પરચુરણ ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી જે સંતકબીર રોડ, જલારામ ૦૨, રામાપીર ચોકડી થી જપ્ત કરવામાં આવી હતી, ૪૫૫ કી.ગ્રા. શાકભાજી-ફળો કે જે ઉપયોગમાં લઇ શકાય તેમ ન હતા તેને જંકશન રોડ અને જ્યુબેલી માર્કેટ બહાર ફેરીયાઓ પાસેથી જપ્ત કરાયા હતા.

(3:42 pm IST)