Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

ચૂંટણી પંચની બીજા રવિવારની ઝુંબેશમાં નામ ઉમેરવા માટે વધૂ ૧૦૯૯૩ ફોર્મ આપ્યા : રોલ ઓબર્ઝવર દ્વારા બૂથ ઉપર ચેકીંગ

૧૯૬૮૭ ફોમની નોંધણી : હવે આવતા શનિવાર તા. ર૭ અને રવીવાર તા. ર૮ એમ બે દિવસ ખાસ ઝુંબેશ

રાજકોટ શહેર-જિલ્લામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અન્વયે ચૂંટણીપંચે ખાસ મુકેલા રોલ ઓબર્ઝવર અને આઇએએસ ઓફીસર શ્રી નલીન ઉપાધ્યાય ગઇકાલે રાજકોટમાં અને ગ્રામ્ય ક્ષેત્રમાં ખાસ ચેકીંગ કર્યુ હતું. તસ્વીરમાં શ્રી ઉપાધ્યાય સાથે ધોરાજી પ્રાંત શ્રી મીયાણી ધોરાજી ખાતે ચેકીંગ દરમિયાન નજરે પડે છે. (૯.૧૦)

રાજકોટ, તા. રર :  ભારતના ચૂંટણી પંચ દ્વારા હાલ ગુજરાત મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે. ગઇકાલે તા. ર૧ ના રવીવારે રાજકોટ શહેર-જીલ્લાના રર૪ર બૂથ ઉપર બીએલઓ ની ઉપસ્થિતિમાં સવારે ૧૦ થી પ દરમિયાન ખાસ ઝુંબેશ રખાઇ હતી, ચૂંટણી પંચની આ સતત બીજા રવીવારની ઝુંબેશ પણ સફળ રહી હતી, ગઇકાલે રાજકોટ શહેર જીલ્લાના રોલ ઓબઝેવર અને આઇએએસ ઓફીસર શ્રી નલીન ઉપાધયાય પણ ખાસ રાજકોટ ચેકીંગ અર્થે આવ્યા હતા, તેમણે રાજકોટ ઉપરાંત જીલ્લાના ધોરાજી ક્ષેત્રમાં પણ ચેકીંગ કર્યુ હતું, ધોરાજીમાં તેમણે ભાગ નં. ૧૬૯-૧૭૧, ૧૭ર, ૧૭૩, ૧૭૪, ૧૮૧, ૧૮ર, ૧૮પ માં આકસ્મિક ચેકીંગ કર્યુ, પરંતુ કોઇ વાંધાજનક બાબત જણાઇ ન હતી.

દરમિયાન ગઇકાલે બૂથ ઉપરની સ્પેશ્યલ ઝુંબેશમાં રાજકોટ શહેર-જિલ્લામાં નામ ઉમેરવા મતદારોનો ઘસારો હતો, ૧ દિ'માં ૧૦૯૯૩ ફોર્મ આવ્યા હતા, આમ બે રવીવારની ઝુંબેશમાં રર૦૧૮ ફોર્મ નામ ઉમેરવા માટે ભરાયા છે, જયારે ગઇકાલે નામ કમી માટે ૩૮૮૯, સ્થળાંતર અંગે ૩૦૬૭ ફોર્મ ભરાયા છે.

ગઇકાલે નામ ઉમેરવા માટે ભરાયેલ ફોર્મમાં વિધાનસભા વાઇઝ જોઇએ તો, રાજકોટ પૂર્વ-૧ર૯૪, રાજકોટ-પશ્ચિમ-૧પ૧૩, રાજકોટ દક્ષિણ-૧ર૮૯, રાજકોટ રૂરલ-ર૮ર૭, જસદણ-૧૧પ૬, ગોંડલ-૮ર૯, જેતપુર-૧૧પપ અને ધોરાજીમાં ૯૩૦ ફોર્મ ભરાઇને બીએલઓ સમક્ષ આવ્યા છે.

ગઇકાલે ૧ દિ'માં કુલ ૧૯૬૮૭ ફોર્મ બૂથ ઉપર ભરાયા છે, અને બે રવિવારની ઝુંબેશમાં ૩૯૭૬૩ ફોર્મ આવ્યા છે, હજુ આગામી તા. ર૭ ના શનિવારે અને તા. ર૮ ના રવીવારે બૂથ ઉપર ખાસ ઝુંબેશ રહેશે.

(3:41 pm IST)