Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

વોર્ડ નં. ૪ ના ૮૦ ફુટ રોડ વિસ્તારમાં પેવીંગ બ્લોક કામનો પ્રારંભ

રાજકોટઃ  વોર્ડ નં. ૪ ગિરીરાજ પાર્ટી પ્લોટની બાજુમાં ૮૦ ફુટ રોડનું મેટલીંગ કામનું ખાતમુહુર્ત કરવામાં આવેલ. આ પ્રસંગે વોટર વર્કસ ચેરમેન દેવાંગભાઇ માંકડ, શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઇ રાઠોડ, ઉપપ્રમુખ  અશોકભાઇ લુણાગરીયા, વોર્ડ નં. ૪ના કોર્પોરેટર પરેશભાઇ પીપળીયા, કંકુબેન ઉંધરેજા, નયનાબેન પેઢડીયા, વોર્ડ પ્રમુખ સી.ટી.પટેલ, મહામંત્રી કાનાભાઇ ઉધરેજા, દિનેશભાઇ ચૌહાણ ઉપપ્રમુખ દિવ્યેશભાઇ રામાણી, મહિલા પ્રમુખ રાજેશ્રીબેન માલવીયા, મનીષાબેન શેરસીયા, ઉષાબેન મહેતા, સ્થાનીક આગેવાન મુકેશભાઇ પંચાલ, જીલુભાઇ મઠીયા, હિતેશભાઇ ગલચર, મનસુખભાઇ લીંબાસીયા, હીરાબાપા, ઘનશ્યામભાઇ વાંક, રાહુલભાઇ બોરીચા, હિતેશભાઇ મઠીયા, જયાબેન રાઠોડ, ભારતીબેન રાઠોડ, સુરજબા જાડેજા, શોભનાબેન ગરસોહીયા,  ખુર્ગલા  ભરતભાઇ, મુકેશભાઇ ઉંધાડ, ભીખુભાઇ મહેતા, દીપકભાઇ ચિખલીયા, લક્ષ્મણભાઇ મઠીયા, વિજુબેન મઠીયા, ગીતાબેન ઉંઘાડ, ચંપાબેન વિકાણી વિગેરે ઉપસ્થિત રહયા હતા.

(2:43 pm IST)