Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

યુનિફોર્મ-સ્કુલવાન-બેગનું શું કરવુ : વાલીઓની મુંઝવણ

રાજકોટ, તા. રર :  શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણીએ સોમવારથી ધોરણ-૧ થી પ ના વર્ગો શરૂ કરવાની એકાએક જાહેરાત કરતા જ શિક્ષણ જગતમાં હલચલ મચી ગઇ હતી. વાલીઓ માટે આ જાહેરાત સુખદ આંચકા સમાન સાબિત થઇ હતી. તેમજ જાહેરાત સાથે જ બાળકોના યુનિફોર્મ, સ્કુલબેગ અને સ્કુલવાન સહિતના પ્રશ્નો સાથે વાલીઓમાં ચર્ચા તેજ બની હતી.

ઓનલાઇન ભણી રહ્યું હોય તેના યુનિફોર્મ માટે સૌથી મોટી ચિંતા સતાવી રહી છે. ર૦ મહિના પહેલાનો યુનિફોર્મ સ્કુલના બૂટ અને મોજા હવે બાળકને ફાવતા નથી. આ સિવાય સ્કુલ બેગ, વોટર બેગ સહિતની બાબતોની પણ ચર્ચાઓ ચાલી રહી. એટલું જ નહીં ઘણા સ્કુલવાન સંચાલકો અન્ય વ્યવસાય નોકરીમાં ચાલ્યા ગયા હોય હવે ફરીવાર તેઓનો સંપર્ક કરીને બાળકને શાળાએ મોકલવાની તૈયારીઓ શરૂ કરી હતી.

(2:39 pm IST)