Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

પરણ્યા પહેલા પરીક્ષા

રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આજથી પરીક્ષાનો પ્રથમ તબક્કો શરૂ થયો છે. હાલ લગ્નની સીઝન ખૂબ છે ત્યારે આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષાનો પ્રારંભ થયો છે. શહેરના ૧૫૦ ફૂટ રીંગ રોડ ઉપર આવેલ શાંતિનિકેતન કોલેજ ખાતે બીએસડબલ્યુ સેમેસ્ટર - ૫ની પરીક્ષા આપવા દુલ્હનના શણગારમાં શિવાંગીબેન બગથરીયા પહોચ્યા હતા. બપોરે શિવાંગીબેન બગથરીયાના લગ્ન છે. લગ્ન અને પરીક્ષા બંને સાથે એક જ દિવસે આવતા શિવાંગીબેન બગથરીયા પરીક્ષા આપવા કેન્દ્ર ઉપર પહોંચ્યા હતા. શિવાંગીબેનના પરિવારજનો ઉત્સાહભેર પરીક્ષા કેન્દ્ર ઉપર મૂકવા આવ્યા હતા. પરીવારનો શિક્ષણપ્રેમ અનન્ય હતો. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(2:39 pm IST)