Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

શીતલ પાર્ક ચોકડી પાસેથી સાયલાનો દિવ્યેશ ગોહેલ ચોરાઉ રીક્ષા સાથે પકડાયો

ગાંધીગ્રામ પોલીસે દબોચ્યોઃ ગાંધીગ્રામ વિસ્તારમાંથી રીક્ષા ચોરી કરી'તી

રાજકોટ તા. રર :.. દોઢસો ફુટ રોડ પર શીતલ પાર્ક પાસેથી ગાંધીગ્રામ પોલીસે સાયલાના શખ્સને ચોરાઉ રીક્ષા સાથે પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ શીતલ પાર્ક પાસે એક શખ્સ ચોરાઉ રીક્ષા સાથે ઉભો હોવાની ગાંધીગ્રામ પોલીસ મથકના કોન્સ. વનરાજભાઇ લાવડીયા તથા દિવ્યરાજસિંહ જાડેજાને બાતમી મળતા શીતલ પાર્ક પાસેથી દિવ્યેશ પ્રતાપભાઇ ગોહેલ (ઉ.વ.ર૦), (રહે. સાયલા જશાપર ચોકડી પાસે) ને જી.જે. ૩-બી. યુ. ૩૧૯પ નંબરની ચોરાઉ રીક્ષા સાથે પકડી લીધો હતો. પુછપરછમાં દિવ્યેશ અગાઉ ગાંધીગ્રામ વિસ્તારમાં તેના બહેન-બનેવી સાથે રહેતો હતો. ત્યારે ગાંધીગ્રામ વિસ્તારમાંથી જ રીક્ષા ચોરી કર્યાની કબુલાત આપી હતી. આ કામગીરી પીઆઇ. કે. એ. વાળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ જે. જી. રાણા તથા હેડ કોન્સ. ખોડુભા જાડેજા, કોન્સ. ભરતભાઇ, વનરાજભાઇ, દિવ્યરાજસિંહ, ગોપાલભાઇ, ગોપાલભાઇ બોળીયા તથા દિનેશભાઇ વહાણીયા દ્વારા કરવામાં આવી છે. 

(3:56 pm IST)