Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

નડતરરૂપ રાજકીય પક્ષો અને સંસ્થાઓના ૬પ૩ બોર્ડ-બેનરો હટાવાયા

દબાણ હટાવ શાખા દ્વારા ૪૪ રેકડી, કેબીન, પરચુરણ સમાન તથા ૩૦૦ કિલો શાકભાજી જપ્તઃ હોકર્સ ઝોન અને મંડપ વગેરેનો રૂ.૧.૦૩ લાખનો વહીવટી ચાર્જ વસુવ્યો

રાજકોટ તા. રર :.. મનપાની દબાણ હટાવ શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં નડતરરૂપ રાજકીય પક્ષો અને સંસ્થાનાં ૬પ૩ બોર્ડ-બેનરો, ૪૪ રેંકડી-કેબીન, પરચુરણ માલ સામાન વગેરેના દબાણો હટાવવામાં આવ્યા હતાં. આ ઉપરાંત ૩૦૦ કિલો શાકભાજી જપ્ત કરવામાં આવ્યુ હતું. કુલ રૂ. ૧,૦૩,૬૩પ નો વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો હતો.

આ અંગે મનપાની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ દબાણ હટાવ શાખા દ્વારા તા. ૧૫ થી ૨૧ સુધીમાં દબાણ હટાવની કામગીરી કરવામાં આવી હતી. જેમાં કોઠારીયા મેઇન રોડ, માર્કેટ યાર્ડ રોડ, નાના મૌવા મેઇન રોડ, સાધુવાસવાણી રોડ, પુષ્કરધામ મેઇન રોડ, ભીમનગર રોડ, રૈયા રોડ, રામાપીર ચોકડીથી રૈયા ધાર, નાણાવટી ચોક, રામનાથ પરા, હવેલી ચોક, આહિર ચોક, નંદનવન, મવડી મેઇન રોડ પરની ૧૩ રેકડી કોઠારીયા રોડ, ધરાર માર્કેટ, પરાબજાર, મોરબી રોડ, પોસ્ટ ઓફીસ રોડ, સદર બજાર, જંકશન રોડ, યાજ્ઞિક રોડ, ચુનારવાવાડ ભંગાર બજાર જયુબેલી માર્કેટ વગેરે માંથી ૩૧ પરચુરણ માલ સામાન તથા ૩૦૦ કિલો શાકભાજી-ફળ જપ્ત કરવામાં આવ્યા હતા. જયારે શહેરના વિવિધ વિસ્તારમાં મુખ્ય રાજમાર્ગો પરના પટેલ, બિલ્ડીંગમાં નડતરરૂપ રાજકીય પક્ષો અને વિવિધ સંસ્થાઓના બોર્ડ - બેનરો ૬પ૩ ઉતાર્યા હતાં. આ ઉપરાંત શહેરના હોકર્સ ઝોનમાં રૂ. ૮૮,૯૭પ તથા અલગ-અલગ વિસ્તારમાંથી રૂ. ૧૪,૬૬૦ નો મંડપ ચાર્જ સહિત કુલ રૂ. ૧,૦૩,૬૩પ નો વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો હતો.

(3:11 pm IST)