Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

દાઉદી બોહરા સમાજના સભ્યો વૃધ્ધાશ્રમની મુલાકાતે

રાજકોટઃ દાઉદી બોહરા સમાજના સભ્યોએ સદ્દભાવના વૃધ્ધાશ્રમની મુલાકાત લીધી હતી. સમાજના વડા સૈયદના મુફદ્દલ સૈફુદ્દીનના સાહેબ (ત.ઉ.સ.) તથા સમુદાયના સભ્યોએ વૃધ્ધાશ્રમમાં રહેતા તમામ વૃધ્ધ લોકો માટે ત્રણ ટાઈમનું ભોજનનું આર્થિક યોગદાન આપ્યું હતું. આ પહેલા 'પ્રોજેકટ રાઈઝ'ના બેનર હેઠળ હાથ ધરવામાં આવી હોવાનું યાદીમાં જણાવાયું છે. વધુ માહિતી માટે ફોન (૦૨૮૧) ૨૨૨૯૫૮૨ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(3:03 pm IST)