Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

દેવીપૂજક પરિવારના ચાર લોકોને પડોશીએ ધોકાથી ફટકાર્યા

જામનગર રોડ નાગેશ્વર બસ સ્ટોપ પાસે બનાવ : ઝૂપડા પાસે દારૂ પી ગાળો બોલવાની ના પાડતાં ડખ્ખો

રાજકોટ તા. ૨૨: જામનગર રોડ શેઠનગર સામે નાગેશ્વર બસ સ્ટેશન પાસે ઝૂપડામાં રહેતાં અને મધ તથા ગુંદનો ધંધો કરતાં દેવીપૂજક વશરામભાઇ નાગજીભાઇ ચોરસીયા (ઉ.૫૦), તેના પત્નિ ઇલાબેન (ઉ.૪૮) અને પુત્ર શની (ઉ.૧૭) તથા પુત્રી સંગીતા (ઉ.૧૬)ને બાજુમાં રહેતાં વિજય દેવીપૂજક, અતુલ અને અજાણ્યા શખ્સોએ ધોકા ઢીકાપાટુનો માર મારતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી. ચારેયએ ટુંકી સારવાર બાદ રજા લઇ લીધી હતી.

વશરામભાઇના કહેવા મુજબ અતુલ, વિજય સહિતના ઝૂપડા પાસે દારૂ પી ગાળો બોલતાં હોઇ તેને દૂર જવાનું કહેતાં હુમલો કરવામાં આવતાં પોતાના સહિત ચાર પરિવારજનને ઇજા થઇ હતી.

(2:58 pm IST)