Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

શહેર પોલીસે કરી રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીઃ બાઇક રેલીનું સ્વાગત કરાયું

રાજકોટઃ રાષ્ટ્રીય એકતા દિવસ નિમીતે ગુજરાત પોલીસ દ્વારા યોજવામાં આવેલી બાઇક રેલી ગઇકાલે કચ્છના લખપતથી રાજકોટ આવી પહોંચી ત્યારે રેસકોર્ષ રીંગ રોડ પર આ બાઇક રેલીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ રેલી સરદાર વલ્લભભાઇની પ્રતિમાના સ્થળ કેવડીયા ખાતે જવા રવાના થઇ હતી. શહેર પોલીસે રામનાથપરા કોમ્યુનિટી હોલ ખાતે એકતા દિવસની ઉજવણી કરી હતી. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા તેમજ અન્ય અધિકારીઓ, કર્મચારીઓ, તેમજ કલેકટરશ્રી અરૂણ મહેશબાબુ, રાજ્યકક્ષાના મંત્રી અરવિંદભાઇ રૈયાણી, ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા, મેયર પ્રદિપભાઇ ડવ સહિતના ઉપસ્થિત રહ્યા હતાં.

(2:55 pm IST)