Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

મંત્રી અરવિંદભાઇ રૈયાણીના અધ્યક્ષ સ્થાને ગૌરીદળમાં સેવા સેતુ કેમ્પ યોજાયો

રાજકોટ : આજથી સેવા સેતુનો સાતમો તબકકો શરૂ થયો છે. રાજકોટ જીલ્લામાં ગૌરદળ ખાતે મંત્રી અરવિંદભાઇ રૈયાણીના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હોત. જેમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ હાજર રહ્યા હતાં. ઉપરાંત કાર્યક્રમ સ્થળે કોરોના રસીકરણની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. સેવા સેતુ એટલે ઘર આંગણે સેવા. જેમાં તાલુકા મથક સુધી જવું પડતું નથી પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને તમામ વિભાગોના અધિકારીઓ એક જ જગ્યાએ પોતાના વિભાગની સેવાઓ આપે છે. બપોર સુધી અરજીઓ આપવાની હોય છે. બપોર બાદ નિર્ણયો લેવામાં આવે છે. મંત્રી અરવિંદભાઇ રૈયાણીના હસ્તે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાના લાભાર્થીઓને લાભો આપવામાં આવ્યા હતાં. કાર્યક્રમમાં ઉપસ્થિત દિવ્યાંગ લાભાર્થીઓને કલેકટર અરૂણ મહેશબાબુ રૂબરૂ મળ્યા હતાં. ઉપરાંત કાર્યક્રમમાં રસીકરણની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. કલેકટર તથા જિલ્લા વિકાસ અધિકારીએ રસીકરણ પર ભાર મૂકી તમામને રસી લેવા અનુરોધ કર્યો છે. આ પ્રસંગે કલેકટર અરૂણ મહેશબાબુ, જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા જિલ્લા પંચાયતના અગ્રણીઓ અને સરપંચો પ્રાંત મામલતદાર ટીડીઓ અને તમામ વિભાગના અધિકારી કર્મચારી કાર્યક્રમના સ્થળે રસીકરણ કરાયું હતું.  તમામ કાર્યવાહી સીટી પ્રાંત-ર ચરણસિંહ ગોહીલ દ્વારા કરવામાં આવી હતી.

(2:55 pm IST)