Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

રવિવારે સિંધુભા મુળુભા ચુડાસમા મેમોરિયલ ઓપન ગુજરાત આર્મ રેસલિંગ ચેમ્પીયનશીપ

રાજકોટઃ નિધિ સ્કૂલ- રાજકોટ તથા આર્મ રેસલિંગ સ્પોર્ટ્સ એસોસિએશન ગુજરાત દ્વારા સિંધુભા મુળુભા ચુડાસમા મેમોરિયલ ઓપન ગુજરાત આર્મ રેસલિંગ ચેમ્પીયનશીપ-૨૦૨૧નું આયોજન તા.૨૪ રવિવારે નિધિ સ્કૂલ (ભારતીનગર-૨, રામાપીર ચોકડી, ગાંધીગ્રામ) ખાતે કરવામાં આવેલ છે. આ સ્પર્ધામાં વિવિધ જિલ્લાના ભાઈઓ તથા બહેનો ભાગ લેશે. વિજેતા ર્સ્પધકોને કેશ પ્રાઈઝ, મેડલ તેમજ સર્ટીફીકેટ દ્વારા સન્માનિત કરવામાં આવશે. આ સ્પર્ધામાં યશપાલસિંહ ચુડાસમા- નિધિ સ્કૂલ રાજકોટ, મનોજભાઈ બોરિચા, આર.કે.બિલ્ડર્સ, જિમીભાઈ ભુવા, નેકસસ ફીટનેશ કલબ, કિશનભાઈ પાલા, કે.કે.જવેલર્સ, જતીનભાઈ જેઠવા, પ્રયોસા એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, તેઓનો સહયોગ મળેલ છે. આ સ્પર્ધાને સફળ બનવા અસ્ફાક ધૂમરા, જય ચંદનાની, હર્ષદ રાઠોડ જહેમત ઉઠાવી રહ્યા છે. સ્પર્ધામાં ભાગ લેવા માટે તેમજ માહિતી માટે અસ્ફાક ધૂમરા (મો.૯૯૯૮૮ ૩૭૩૬૯)નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

(12:35 pm IST)