Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

અદાલતની ગરિમા નહિ જાળવતા વકીલો સંદર્ભે ડીસ્ટ્રીકટ જજશ્રીના પરિપત્રથી વકીલોમાં કચવાટની લાગણી : સોમવારે રૂબરૂ રજૂઆત કરવા નિર્ણય

રાજકોટ : મુખ્ય જિલ્લા ન્યાયધીશ દ્વારા પરિપત્ર જાહેર કરીને જણાવ્યું છે કે અદાલતમાં ચાલતી કાર્યવાહી દરમિયાન કોઈપણ વકીલ ન્યાયધીશ સામે ગેરવર્તુણક અથવા કોઈપણ વકીલ ઉંચા અવાજે બોલે કે અદાલતની ગરિમા ના જળવાઈ તેવું વર્તન કરે તો તેનો રિપોર્ટ કરવો આ પરિપત્રથી વકીલોમાં કચવાટ ફેલાયો હોવાનું રાજકોટ બાર એસો,ના પૂર્વ પ્રમુખ સંજય વ્યાસ દ્વારા જણાવાયુ છે

 સંજય વ્યાસે વધુમાં જણાવ્યું છે કે રાજકોટ બારના હોદ્દેદારો ડિસ્ટ્રિક્ટ જજશ્રીનો પરિપત્ર તાત્કાલિક રદ કરે તે માટે યોગ્ય કાર્યવાહી કરે તે જરૂરી છે, આ પ્રશ્ન બારના તમામ વકીલઓનાં સન્માનનો પ્રશ્ન  છે આ બાબતે ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ ને જે પરિપત્ર બહાર પાડેલ છે તે રદ કરવા  સોમવાર ના રોજ 11 વાગ્યે રૂબરૂ મળી રજૂઆત કરવા અને જો નો માને તો તેઓની કોર્ટ નો  જ્યાં સુધી પરિપત્ર રદ કરવામાં ન આવે ત્યાં સુધી બહિષ્કાર કરવાનો નિર્ણય કરવો

(9:48 pm IST)