Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

મેહુલનગરની સંતોષ ગરબીનું પ્રેરક આયોજન : બાળાઓને ડીઝીટલ લ્હાણી

રાજકોટ : મેહુલનગરના સંતોષ ગરબી મંડળ દ્વારા ૧૧૧ બાળાઓને ડીઝીટલ લ્હાણીનું વિતરણ કરાયુ હતુ. રૂ.૧૧૦૦ બાળ ભવિષ્ય યોજના હેઠળ તેમના ખાતામાં સીધા જમા કરાવાયા હતા. નાની દીકરીઓ જયારે ૧૮ વર્ષ પૂરા કરે ત્યારે આ રકમનું સારૂ વળતર મળે અને અભ્યાસમાં કે લગ્નમાં કામ આવી શકે તેવા આશયથી ગરબી મંડળના સભ્યોએ ડીઝીટલ લ્હાણીનો પ્રયોગ અજમાવ્યો. અહીં ઉલ્લેખનીય છે કે મંડળ દ્વારા ગરબીની બાળાઓ પાસેથી એકપણ પૈસો ફી પેટે લેવાતો નથી. નવરાત્રીના નવે નવ દિવસ દાતાઓ તરફથી બે ત્રણ લ્હાણી પણ હોય છે. ઉપરાંત દરરોજ ઢોસા, પાણીપુરી, ચાઇનીઝ ભેળ સહીતનો નાસ્તો કરાવવામાં આવે છે. આગામી પ વર્ષ સુધી આ પ્રકારે ડીઝીટલ લ્હાણીનું આયોજન ગરબી મંડળ દ્વારા વિચારાયુ છે. સહયોગી બનનાર સર્વેનો સંતોષ ગરબી મંડળના આયોજકોએ આભાર વ્યકત કરેલ.

(2:41 pm IST)