Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

રાજકોટના જામનગર રોડ પર વસુંધરા સોસાયટી બાદ કોપર સિટીમાં કોરોનાના વધુ 2 કેસ મળતા આરોગ્ય તંત્ર દોડ્યું :લોકોમાં ચિંતાનું મોજું

કોપર સિટીમાં 40 વર્ષીય મહિલા મહારાષ્ટ્રથી આવેલ તેને 16 તારીખે શરદી તાવની ફરિયાદ: કોન્ટેક્ટમાં આવેલ 44 લોકોનો સર્વે કરાયો : આસપાસના ચાર મકાનોમાં પણ તપાસ

રાજકોટ : રાજકોટમાં સતત બીજા દિવસે કોરોનાના નવા કેસ આવતા લોકોમાં ચિંતાનું મોજું ફેલાયું છે જામનગર રોડ પર આવેલ વસુંધરા સોસાયટી બાદ કોપર સિટીમાં વધુ બે કેસ નોંધાયા છે

મળતી વિગત મુજબ જામનગર રોડ પર આવેલા કોપર સિટીમાં 40 વર્ષીય મહિલા મહારાષ્ટ્રથી આવેલ તેને 16 તારીખે શરદી તાવની ફરિયાદ હતી તેણીનો RTPCR  રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો આ મહિલા લાંબા સમયથી  બીમાર જેવા હોય મેડિકલ ઇન્ટ્રક્શન મુજબ કોરોના વેક્સીન અપાઈ નથી, અન્ય એક પુરુષનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે આજુબાજુના અને કોન્ટેક્ટમાં આવેલ 44 લોકોનો સર્વે કરાયો છે આસપાસના ચાર મકાનોમાં પણ તપાસ કરી હતી

 

(10:16 pm IST)