Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

પીએચડી પ્રશ્ને કુલપતિ પેથાણી ઉપર સીન્ડીકેટ સભ્યોનું હલ્લાબોલ

એકસટર્નલ કોર્ષની પરીક્ષાના ફોર્મ એકસટર્નલ પરીક્ષા પુનઃ લેવાશે : બાયોમેટ્રીક હાજરીમાં કોઇ બાંધછોડ નહિં

રાજકોટ, તા. ૨૨ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આજે મળેલી સીન્ડીકેટમાં કુલપતિએ અગાઉ લીધેલા નિર્ણય મુદ્દે ભાજપના સીન્ડીકેટ સભ્યોએ હલ્લાબોલ કરી રીતસર તળાપીટ બોલાવી હતી.

આજે મળેલી સીન્ડીકેટની બેઠકમાં પીએચડીની પ્રવેશ પરીક્ષા તેમાં આપવામાં આવેલુ ગ્રેસીંગ મુદ્દે કુલપતિ નીતિન પેથાણી ઉપર હવે તળાપીટ બોલી હતી. કુલપતિએ હવે નિર્ણય સામુહિક રીતે લેવાની હૈયાધારતણા આપી હતી.

હજારો વિદ્યાર્થીઓનું એકમાત્ર એકસ્ટર્નલનો અભ્યાસક્રમ શરૂ કરવાના મુદ્દે આજની સીન્ડીકેટે મહત્વનો નિર્ણય કર્યો છે. ટૂંક સમયમાં એકસટર્નલ કોર્ષના પરીક્ષાના ફોર્મ ભરાશે. યુજીસી પાસેથી માર્ગદર્શન મેળવી તુરત મુદ્દે હકારાત્મક અભિગમથી એકસટર્નલ કોર્ષ પુનઃ ચાલુ થશે.

બાયોમેટ્રીક પદ્ધતિથી હાજરી પુરાવવા મુદ્દે કોઈ બાંધછોડ નહિં થાય. આજની સીન્ડીકેટે પટ્ટાવાળાથી માંડી સેકશન ઓફીસર, અધ્યાપક, ભવનના વડા અને રજીસ્ટાર સહિતનાઓએ બાયોમેટ્રીક હાજરી ફરજીયાત પુરવાની રહેશે.

(4:02 pm IST)