Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

કોંગી કોર્પોરેટર વિજય વાંક અને તેમના પત્ની અંજુબેનને ડેન્ગ્યુ

વાંક દંપતિ સીનર્જી હોસ્પિટલમાં સારવાર હેઠળ

રાજકોટ, તા. રર : શહેરના મચ્છરજન્ય ડેન્ગ્યુના રોગચાળાએ માઝા મૂકી છે. ત્યારે કોંગી કોર્પોરેટર અને તેમના પત્નીને પણ ડેન્ગ્યુ થતાં બન્નેની સીનર્જી હોસ્પિટલ ખાતે સારવાર શરૂ કરાઇ છે.

નોંધનીય છેક ે વોર્ડ નં.૧રના કોર્પોરેટર વિજય વાંકના પરિવારમાં થોડા દિવસો અગાઉ જ ડેન્ગ્યુ તાવે દેખા દીધી હતી. તેમના માતુશ્રીને સૌ પ્રથમ ડેન્ગ્યુની અસર થયેલ ત્યાર બાદ તેમના પત્ની અંજુબેનને ડેન્ગ્યુ તાવની સારવારમાં હતાં ત્યાં જ આજે વિજયભાઇ વાંકને પણ ડેન્ગ્યુ થયાનો રીપોર્ટ આવતા બંને પતિ-પત્નીને સીનર્જી હોસ્પિટલ તેમના પરિવારજનોએ જણાવેલ.

(3:32 pm IST)