Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

કોર્પોરેશનમાં દિવાળીએ ACBની આતશબાજી? બાજનજર

રાજકોટ, તા.,રરઃ મ્યુ. કોર્પોરેશન ઉપર એ.સી.બી.એ બાજ નજર રાખી અને દિવાળીનાં તહેવારોમાં જ કેટલાક અધિકારીઓની પુછરછ શરૂ કરતાં જબરો ખળભળાટ મચી ગયો છે.

આ અંગે મ્યુ. કોર્પોરેશનનાં અધિકારી વર્તુળોમાં ચર્ચાતી વિગતો મુજબ આવક કરતાં વધુ સંપતીનાં મામલે મ્યુ. કોર્પોરેશનનાં પાંચથી છ જેટલા અધિકારીઓ વિરૂધ્ધ નામ જોગ એ.સી.બી.માં ફરીયાદ મળતાં આ બાબતે એ.સી.બી. હરકતમાં આવી છે અને ફરીયાદનું તથ્ય તપાસી, જરૂર પડયે જે તે અધિકારીની પૂછપરછ પણ શરૂ કરી હોવાની ચર્ચા જાગી છે.

નોંધનીય છે કે દિવાળીનાં તહેવારો વખતે જ એ.સી.બી. દ્વારા કોર્પોરેશનનાં કેટલાક અધિકારીઓ ઉપર નજર રાખવાનું શરૂ કરતાં આ મુદ્દે ભારે ચર્ચાસ્પદ બન્યો છે.

(3:27 pm IST)