Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

સામાકાંઠે અદ્યતન વોર્ડ ઓફીસ ખુલ્લી મુકાઇ

રાજકોટ :મહાનગરપાલિકા દ્વારા લોકોની સુવિધા લક્ષમાં લઇ 'સૌનો સાથ, સૌનો વિકાસ' સાથે જુદા જુદા લોક વિકાસના કાર્યો કરવામાં આવેલ છે. તેવા જ એક ભાગરૂપે વોર્ડ નં.૦૫માં રૂ.૪૩ લાખના ખર્ચે નિર્માણ પામેલ વોર્ડ ઓફીસનું લોકાર્પણ સાંસદ મોહનભાઈ કુંડારિયાના વરદ હસ્તે કરવામાં આવેલ. આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને  મેયર બિનાબેન આચાર્ય ઉપસ્થિત રહેલ. આ પ્રસંગે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, ડે. મેયર અશ્વિનભાઈ મોલીયા, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, પૂર્વ ડે. મેયર વલ્લભભાઈ દુધાત્રા, બાંધકામ સમિતિ ચેરમેન મનીષભાઈ રાડીયા, કોર્પોરેટર પ્રીતીબેન પનારા, દક્ષાબેન ભેસાણીયા, તથા કલ્પનાબેન કિયાડા, વોર્ડ પ્રભારી રમેશભાઈ અકબરી, વોર્ડ પ્રમુખ દિલીપભાઈ લુણાગરીયા, વોર્ડ મહામંત્રી પ્રભાતભાઈ કુંગશીયા અને મુકેશભાઈ ધનસોતા, વોર્ડ મહિલા મોરચા પ્રમુખ મનુબેન રાઠોડ, વોર્ડ અગ્રણી દીપકભાઈ પનારા, રસીલાબેન સાકરીયા, મુન્નાભાઈ ગઢવી, બાબભાઈ માટીયા તેમજ બહોળી સંખ્યામાં વિસ્તારવાસીઓ ઉપસ્થિત રહેલ.

(3:17 pm IST)
  • જૂનાગઢ મહાનગરપાલિકાની વોર્ડ ન, 3 ની પેટા ચૂંટણીમાં 38,42 ટકા મતદાન થયું : દિવાળી તહેવારોને કારણે મતદારોમાં નીરસતા : access_time 3:35 pm IST

  • રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રત કાલે દ્વારકાની મુલાકાતે : દેવભૂમિ દ્વારકા તા ૨૨ : ગુજરાત રાજયના મહામહિમ રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રત આગામી તા.૨૩ના દ્વારકાની મુલાકાતે આવનાર છે. રાજયપાલશ્રી સવારે ૯.૧૦ થી ૧૦.૦૦ દરમ્યાન દ્વારકાધીશ મંદિરની મુલાકાત લેશે, ત્યારબાદ ૧૧.૦૦ કાલકે રાજયપાલશ્રી કોસ્ટગાર્ડ, દ્વારકાની મુલાકાત લેશે. access_time 11:26 am IST

  • કેનેડામાં જસ્ટિન ટ્રૂડોની સરકારને બહુમતી મેળવવા હવે માત્ર 15 બેઠકનું છેટું : ટ્રૂડોની લિબરલ પાર્ટી 338 માંથી 155 બેઠક ઉપર અને વિરોધી કન્ઝર્વેટિવ પાર્ટી 122 બેઠક ઉપર આગળ : ભારતીય મૂળના શીખ આગેવાન જગમિત સિંઘની પાર્ટી ચોથા ક્રમે access_time 12:55 pm IST